Western Times News

Gujarati News

સુભાષ ચંદ્ર બોસનો જન્મ દિવસ હવે પરાક્રમ દિવસ તરીકે ઉજવાશે

નવીદિલ્હી, કેન્દ્ર સરકારે મહાન સ્વતંત્રતા સેનાની અને આઝાદ હિંદ ફોજના સંસ્થાપક નેતાજી સુભાષ ચંદ્ર બોસનો જન્મ દિવસ માનવવાનો નિર્ણય કર્યો છે. સરકાર હવે દર વર્ષે ૨૩ જાન્યુઆરીએ નેતાજી સુભાષ ચંદ્ર બોસનો જન્મ દિવસને પરાક્રમ દિવસ તરીકે મનાવશે આ માહિતી કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયે આપી છે એ યાદ રહે કે નેતાજીનું ૧૨૫મી જયંતી મનાવવામાં આવશે.

સંસ્કૃતિ મંત્રાલય દ્વારા જારી અધિસુચનામાં કહેવામાં આવ્યું છે કે નેતાજીના અદમ્ય ભાવના અને રાષ્ટ્ર પ્રત્યે તેમની નિસ્વાર્થ સેવા અને સમ્માનને યાદ રાખવા માટે ભારત સરકારે દેશવાસીઓ ખાસ કરીે યુવાઓને પ્રેરિત કરવા માટે તેમના ૨૩ જાન્યુઆરીના રોજ આવનાર જન્મ દિવસને દર વર્ષે પરાક્રમ દિવસ તરીકે મનાવવાનો નિર્ણય કર્યો છે નેતાજીએ વિષમ પરિસ્થિતિઓનો સામનો કરતા દેશવાસીઓમાં દેશક્તિની ભાવના જગાવી છે.

સરકારે આ નિર્ણય એવા સમયે લીધો છે જયારે રાજયમાં આ વર્ષ વિધાનસભા ચુંટણી થનાર છે ભાજપ રાજયમાં કલમ ખિલાવવાનો પુરો પ્રયાસ કરી રહ્યું છે જયારે મમતા બેનર્જી પોતાની સત્તાને બચાવી રાખવા સંધર્ષ કરી રહ્યાં છે આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૩ જાન્યુઆરીએ પશ્ચિમ બંગાળની યાત્રા કરી શકે છે અહીં તે કોલકતાના વિકટોરિયલ મેમોરિયલમાં થનાર નેતાજી સુભાષ ચંદ્ર બોસની જયંતિ સમારોહમાં ભાગ લેશે.

વડાપ્રધાન અલીપુરમાં આવેલ બેલ્વેડિયર એસ્ટેટના રાષ્ટ્રીય પુસ્તકાલયનો પણ પ્રવાસ કરી શકે છે આ ઉપરાંત પશ્ચિમ બંગાળ પોલીસ અને વિશેષ સુરક્ષા સમૂહ જે ભારતના વડાપ્રધાનની સુરક્ષા કરે છે તેમણે બેઠક કરી હતી અને મોદી માટે બે કાર્યક્રમ શોર્ટલિસ્ટ કર્યા છે. મોદીના યાત્રા દરમિયાન કોઇ રાજનીતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો નથી.

કેન્દ્ર સરકારના નિર્ણય પર નેતાજીના પરપોતાએ કહ્યું કે ભારત નેતાજી સુભાષ ચંદ્ર બોસના કારણે આઝાદ થયું ખુબ વર્ષોથી ભારતની જનતા નેતાજીનો જન્મ દિવસ દેશ પ્રેમ દિવસના રૂપાં મનાવી રહી છે આ જાહેરાતથી અમે ખુશ છીએ પરંતુજાે સરકાર ૨૩ જાન્યુઆરીને દેશ પ્રેમ દિવસના રૂપમાં જાહેર કરત તો વધુ સારૂ રહેત.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.