Western Times News

Gujarati News

છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૧૦,૦૬૪ નવા પોઝિટિવ કેસો નોંધાયા

નવીદિલ્હી, ભારતમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. આજે જાહેર થયેલા આંકડાઓ મુજબ, ગત વર્ષ ૧૬ જૂન બાદ આજે ૧૦ હજાર લોકો સંક્રમિત થયા છે. બીજી તરફ ટેસ્ટિંગમાં પણ ઘટાડો જાેવા મળી રહ્યો છે. મંગળવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૧૦,૦૬૪ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૧૩૭ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૧,૦૫,૮૧,૮૩૭ થઈ ગઈ છે.

ભારતમાં કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૧ કરોડ ૨ લાખ ૨૮ હજાર ૭૫૩ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૧૭,૪૧૧ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૨,૦૦,૫૨૮ ક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ ૧,૫૨,૫૫૬ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૧૮ જાન્યુઆરી સુધીમાં ભારતમાં કુલ ૧૮,૭૮,૦૨,૮૨૭ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, સોમવારના ૨૪ કલાકમાં માત્ર ૭,૦૯,૭૯૧ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

ગુજરાતની વાત કરીએ તો, ૧૮મી જાન્યુઆરીએ સાંજે નોંધાયેલા આંકડા મુજબ કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડા સાથે ફક્ત ૪૯૫ નવા કેસ હૉસ્પિટલમાં નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૭૦૦ દર્દીઓ સાજા થયા છે જ્યારે ૨ દર્દીનાં દુઃખદ મોત થયા છે. ૨૪ કલાકમાં નવા કેસની સંખ્યા અને સાજા થયેલા દર્દીઓની સંખ્યા ઉમેરાતા કુલ ૨,૪૫, ૮૦૭ દર્દી સાજા થયા છે.અમદાવાદમાં ૧૦૧, સુરતમાં ૯૪, વડોદરામાં ૯૮, રાજકોટમાં ૭૩, દાહોદમાં ૧૬, કચ્છમાં ૧૩, જૂનાગઢમાં ૧૩, ગાંધીનગરમાં ૧૫, ખેડામાં ૭, આણંદમાં ૬, મોરબીમાં ૬, સાબરકાંઠામાં ૫, ગીરસોમનાથમાં ૫, જામનગરમાં ૭, મહેસાણામાં ૪, પાટણમાં ૪, અમરેલી, દેવભૂમિ દ્વારકા, પંચમહાલમાં ૩, ભાવનગરમાં ૩, મહીસાગરમાં ૧, નર્મદામાં ૧, પોરબંદરમા, સુરેન્દ્રનગર, તાપીમાં ૧-૧ વલસાડમાં ૧ કેસ નોંધાયા છે. ગુજરાતમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં ૧૭૦,દર્દીઓ સાજા થઈને ઘરે પરત ગયા છે જ્યારે સુરતમાં ૭૫, વડોદરા શહેરમાં ૪૩, રાજકોટ શહેરમાં ૫૮, વડોદરા શહેરમાં ૪૩ દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં ૨ દર્દઓનાં મોત થયા છે તેની સાથે કુલ આંકડો ૪૩૬૭ થયો છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.