Western Times News

Gujarati News

રાજ્યમાં કોરોના સંક્રમણના નવા ૪૯૦ દર્દીઓ નોંધાયા

અમદાવાદ, રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણનું પ્રમાણ દિવસેને દિવસે ઘટી રહ્યુ છે. આજે રાજ્યના વિવિધ જિલ્લામાં કુલ ૪૯૦ દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ ૭૦૭ દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં આજે ૨ લોકોના કોરોનાથી મોત થયા છે. જાે કે રાજ્યમાં કુલ કોરોના દર્દીઓનો આંક ૨,૫૭,૩૪૨ પર પહોંચ્યો છે. જેમાં કુલ રિકવર દર્દીઓ ૨,૪૭,૨૨૩ છે. આ સાથે કોરોનાથી દર્દીઓનો મૃત્યુઆંક ૪,૩૭૧ પર પહોંચ્યો છે.

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગની અસરકારક અને પરિણામલક્ષી કામગીરીના પરિણામે કોરોના કેસોમાં ઉત્તરોત્તર ઘટાડો જાેવા મળી રહ્યો છે. રાજ્યમાં આજે કોવિડ-૧૯ના ૪૯૦ દર્દીઓ નોંધાયા છે. અને રાજ્યભરમાંથી ૭૦૭ દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. આ સાથે જ રાજ્યનો રીકવરી રેટ ૯૬.૦૭ ટકા જેટલો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના લીધે ૨,૪૭,૨૨૩ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ ૪,૬૯,૯૯૯ વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી ૪,૬૯,૮૯૩ વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે ૧૦૬ વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે.

જાે એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ ૫,૭૪૮ એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર ૫૧ છે. જ્યારે ૫,૬૯૭ લોકો સ્ટેબલ છે. ૨,૪૭,૨૨૩ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ૪,૩૭૧ લોકોનાં મોત નિપજ્યા છે. આજે અમદાવાદ કોર્પોરેશનમાં ૨ દર્દીઓનાં મોત નિપજ્યાં છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.