Western Times News

Gujarati News

કલોલના નિવૃત્ત નાયબ મામલતદાર પાસેથી રૂા.૩૦.૪૭ કરોડની બેનામી સંપત્તિ મળી

ACBનાં ઈતિહાસનો સૌથી મોટો કેસ: આરોપી પરીવાર સાથે ભુગર્ભમાં: આંકડો હજુ વધવાની સંભાવનાઃ અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં પણ ધંધાકીય રોકાણ

(પ્રતિનિધિ) અમદાવાદ, ભ્રષ્ટાચારનો સંપૂર્ણ ખાત્મો કરવા માટે બનાવવામાં આવેલી એન્ટી કરપ્શન બ્યૂરો (ACB) દ્વારા અત્યાર સુધીનો લાંચનો સૌથી મોટો કેસ શોધવામાં આવ્યો છે. જેમાં કલોલના નિવૃત નાયબ મામલતદાર પાસેથી ૩૦ કરોડ ૪૭ લાખથી વધુની બેનામી સંપત્તિ મળી આવી છે. એસીબી દ્વારા હાલમાં પણ તપાસ ચાલુ છે જેથી બેનામી સંપત્તિનો આંકડો વધવાની શક્યતા છે. આરોપી નિવૃત નાયબ મામલતદાર હાલમાં ફરાર છે જેમને ઝડપી લેવા પણ કાર્યવાહી ચાલુ છે.

કલોલના એક નિવૃત્ત નાયબ મામલતદારે પોતાના તથા અન્યોના નામે કરોડોની બેનામી સંપત્તિ બનાવી હોવાની એક અરજી એસીબી, શાહીબાગ ખાતે આવી હતી જેનું પગેરૂ લેતાં એસીબીએ આરોપી વિરમભાઈ લીલાભાઈ દેસાઈ નામના ઈ-ધરા કેન્દ્ર, કલોલ ખાતે ફરજ બજાવતા અને હાલમાં નિવૃત નાયબ મામલતદાર, કલોલ વિરૂધ્ધ તપાસ શરૂ કરી હતી પ્રાથમિક તપાસ દરમિયાન વિરમભાઈ તથા તેમના પરીવારના મિલ્કત સંબંધી બેંક ખાતા સહીતના દસ્તાવેજાેનું વિશ્લેષણ કરવામાં આવતા આવક કરતાં ૧રર ગણી રૂપિયા ૩૦ કરોડ ૪૦ લાખની બેનામી સંપત્તિ મળી આવી હતી એસીબીની તપાસમાં વિરમભાઈની આવક મુજબ ખરેખર ર૪ કરોડ ૯૮ લાખ જેટલી આવક સામે તેમની પાસેથી પપ કરોડ ૪પ લાખની મિલ્કતો મળી આવી હતી.

એસીબીના સર્ચ ઓપરેશનમાં વિરમભાઈના ર બંગ્લા, ગાંધીનગરમાં પ્લોટ, ૩ ફલેટ, ર ઓફીસ તથા ૧૧ દુકાનો ઉપરાંતની સ્થાવર મિલ્કતો મળી હતી જયારે ઓડી, લેન્ડ રોવર, ફોચ્ર્યુન, જગુઆર સહીતની ૩ કરોડની કિંમતની ૧૧ લકઝુરીયસ કારો પણ તેમાં સામેલ છે. આ તમામ મિલ્કતો વિરમભાઈએ પોતાના તથા પત્ની, બે દિકરા તથા પુત્ર વધુઓ અને દિકરીના નામે ખરીદી હતી. જાેકે એસીબીની કાર્યવાહી થતાં વિરમભાઈ પરીવાર સાથે ભુગર્ભમાં જતાં રહયા છે.

બીજી તરફ હાલ સંપુર્ણ તપાસ થઈ નથી અને વિરમભાઈના સગા, મિત્રો તથા ભાગીદારોની તપાસ પણ કરવામાં આવશે. જેથી હજી વધારે બેનામી સંપત્તિ મળી આવવાની સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે તેમણે અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં પણ ધંધાકીય રોકાણ કર્યુ હોવાથી એ દિશામાં પણ તપાસ ચાલુ છે. નિવૃત નાયબ મામલતદાર વિરમભાઈ વિરુધ્ધનો કેસ એસીબીના ઈતિહાસમાં સૌથી મોટો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.