Western Times News

Gujarati News

જાે બ્રિડેન સત્તા સંભાળતા જ ભારતીયોને ખુશખબર આપી શકે છે

વોશિગ્ટન, ડોનાલ્ડ ટ્રંપ સાથે સત્તા માટે ચાલેલી લાંબી લડાઇમાં સખ્ત પરાજય આપનાર અમેરિકાના નવનિર્વાચિત રાષ્ટ્રપતિ જાે બ્રિડન સત્તા સંભાળતા જ ભારતીયોને પહેલા દિવસે એક મોટી ખુશખબર આપી શકે છે બ્રિડેન પોતાના પ્રશાસનના પહેલા દિવસે એક આવ્રજન વિધેયક રજુ કરવાની યોજના બનાવી રહી છે. તેમા દેશમાં કાનુની દરજજા વિના રહેતા લગભગ એક કરોડ ૧૦ લાખ લોકોને આઠ વર્ષ માટે નાગરિકતા આપવાની જાેગવાઇ છે. એક અનુમાન અનુસાર તેમાંથી લગભગ પાંચ લાખ લોકો ભારતીય મૂળના છે.

આ આવ્રજન વિધેયક નિવર્તમાન ટ્રંપ પ્રશાસનની કડક આવ્રજન નીતિઓની વિપરીત હશે વિધેયક સંબંધી જાણકારી રાખનારા એક અધિકારીએ ઓળખ જાહેર નહીં કરવાની શરતે જણાવ્યું હતું કે બ્રિડન બુધવારે સોગંદવિધિ કર્યા બાદ આ વિધેયક રજુ કરી શકે છે રાષ્ટ્રપતિ પદની ચુંટણીમાં ડેમોક્રેટિક ઉમેદવાર તરીકે બ્રિડને આવ્રજન પર ટ્રંપના પગલાને અમેરિકી મૂલ્યો પર કઠોર હુમલો ગણાવ્યો હતો.

બ્રિડને કહ્યું હતું કે તે આ નુકસાનની ભરપાઇ કરશે આ વિધેયક હેઠળ એક જાન્યુઆરી ૨૦૨૧ સુધી અમેરિકામાં કાનુની દરજજા વિના રહેતા લોકોની પૃષ્ઠભૂમિની તપાસ કરવામાં આવશે અને જાે તે કર જમા કરે છે અને અન્ય બુનિયાદી અનિવાર્યતા પુરી કરે છેે તો તેમના માટે પાંચ વર્ષના અસ્થાયી કાનુની દરજજાનો માર્ગ પ્રશસ્ત થશે અથવા તેમને ગ્રીન કાર્ડ મળી જશે ત્યારબાદ તેમને ત્રણ અન્ય વર્ષ માટે નાગરિકતા મળી શકે છે.

અનેક મુસ્લિમ દેશોથી લોકોના આગમન પર રોક સહિત આવ્રજન સંબંધી ટ્રંપના પગલાને પલટવા માટે બ્રિડન દ્વારા ત્વરિત પગલા ઉઠાવવાની સંભાવના છે બ્રિડને કહ્યું કે તે કોંગ્રેસની સાથે વીજા પ્રણાલી એચ ૧ બી વીજામાં સુધાર કરવા માટે કામ કરશે જેથી વીજા પર રહેનારા લોકોને નોકરી સ્વિચ કરવાની મંજુરી મળી શકે આથી ભારતીય કામદારોને ખુબ લાભ થઇ શકે છે બ્રિડને ૧.૧ કરોડ ગેરકાયદેસર પ્રવાસીઓને કાયદેસર બનાવવાનું વચન આપ્યું હતું તેમના ધોષણાપત્ર અનુસાર તેમાંથી ૫૦૦,૦૦૦ ભારતીય છે. HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.