Western Times News

Gujarati News

અમેરિકાનાં વિદેશ પ્રધાન બ્લીંકેને ચીનને મોટો ખતરો ગણાવ્યું

બીજિંગ, અમેરિકાનાં નવા ચુટાયેલા પ્રમુખ જો બિડેન વહિવટીતંત્રમાં વિદેશ પ્રધાન બનેલા એન્ટની બ્લીકેને ચીન વિરૂધ્ધ સખત વલણ અપનાવ્યું છે, જો કે ચીને કહ્યું હતું કે તે વોશિંગ્ટનની સાથે સંઘર્ષ અને અથડામણ ટાળવાનાં પ્રયાસો કરશે, જો કે બ્વિંકેને ચીનને અમેરિકા માટે સૌથી મોટો ખતરો ગણાવ્યું હતું, જો  કે શ્વાસનો રાહતનો શ્વાસ લીધો છે, અને તેણે આશા વ્યક્ત કરી છે કે બિંજીંગ-વોશિંગ્ટન સંબંધનાં સૌથી તંગ તબક્કા બાદ કેટલાક સમયગાળા માટે વિરામ લાગી જશે.

બ્લીંકેન અમેરિકાનાં વિદેશ પ્રધાન માઇક પોમ્પિયોનું સ્થાન લઇ રહ્યા છે, જે ચીન પ્રત્યે કડક વલણ રાખવા માટે જાણીતા છે, બ્લીંકેને ચીનને અમેરિકાની સુરક્ષા માટે એક મોટું જોખમ ગણાવ્યું છે, તેમણે કહ્યું કે આ પડકારની સામે નરમ નહીં પરંતું કડક વલણ રાખવની જરૂર છે.

અમેરિકાની સંસદનાં ઉપલા ગૃહ, સેનેટનાં વિદેશ બાબતોની સમિતિમાં બ્લિંકેન દ્વારા કરવામાં આવેલી પ્રતિક્રિયા અંગે ચીનનાં વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા હુઆ ચુનયિંગે અહીં બુધવારે પત્રકાર પરિષદમાં  કહ્યું કે ચીન સંઘર્ષ ટાળવા માટે પ્રતિબધ્ધ છે, અને પરસ્પર સહયોગ ચાલું રાખવા માટે પ્રયત્નો કરતું રહેશે.

જો કે તેમણે  તે પણ કહ્યું કે ચીન પોતાની સંપ્રભુતા, સુરક્ષા અને વિકાસનાં હિતોની પણ સુરક્ષા કરશે, ચીનનાં સરકારી સમાચાર પત્ર ગ્લોબલ ટાઇમ્સે ગયા મહિને કરાયેલા એક સર્વેને ટાંકીને જણાવ્યું છે, જેમાં બિડેન વહીવટીતંત્રથી ચીનનાં લોકોને સકારાત્મક અપેક્ષા હોવાની વાત કહેવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.