Western Times News

Gujarati News

દેશમાં ૬.૩૧ લાખ લોકોને રસી અપાઈ, ૬૦૦ને સાઈડ ઈફેક્ટ

નવી દિલ્હી, દેશમાં કોરોના સામે જંગ જીતવા માટે ૧૬ જાન્યુઆરીથી રસીકરણ અભિયાનની શરૂઆત કરવામાં આવી ચુકી છે. કોરોના રસીકરણના પહેલા તબક્કાનો આજે આઠમો દિવસ છે અને અત્યાર સુધી ૬.૩૧ લાખ લોકો કોરોના વોરિયર્સ ને વેક્સિન આપવામાં આવી ચુકી છે. આ દરમિયાન સમાચાર આવ્યા છે કે દેશમાં લગભગ ૬૦૦ લોકોમાં કોરોના વેક્સિનની સાઇડ ઇફેક્ટ જાેવા મળી છે. કેટલાક રાજ્યોમાં કોરોના વેક્સિન લગાવ્યા બાદ મોત થવા સુધી સમાચાર મળ્યા છે. જાે કે અત્યાર સુધી મોતના સાચા કારણો સામે આવ્યા નથી.

કોરોના વેક્સિનેશન બાદ આવી રહેલી સાઇડ ઇફેક્ટ પર વાત કરતા સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને કહ્યું કે, હકીકત એ છે કે વેક્સિન સંપૂર્ણ રીતે સુરક્ષિત અને પ્રભાવશાળી છે. તેમણે કહ્યું કે, અત્યાર સુધી જે પણ સાઇડ ઇફેક્ટના કેસ સામે આવ્યા છે એ સામાન્ય છે. વેક્સિનેશનથી પહેલા જ કેટલીક સાઇડ ઇફેક્ટ વિશે જણાવવામાં આવ્યું હતુ. કોઈ પણ વેક્સિનેશનમાં આવું થાય છે. સ્વાસ્થ્ય મંત્રી ડૉક્ટર હર્ષવર્ધને કહ્યું કે, કોરોનાને જાે મૂળથી ખત્મ કરવો છે તો વેક્સિન લગાવવી જરૂરી છે. આ દુર્ભાગ્યપૂર્ણ છે કે કેટલાક લોકો રાજકીય ફાયદો લેવા માટે વેક્સિનેશનને લઈને ખોટી વાતો ફેલાવી રહ્યા છે.

તેમણે કહ્યું કે, આની અસર અનેક જગ્યાએ જાેવા મળી રહી છે અને કેટલાક લોકો વેક્સિન લગાવવાથી ભાગી રહ્યા છે. સરકાર બિલકુલ પણ કોઈ પણના આરોગ્ય સાથે છેડછાડ નહીં કરે. તમામને સુરક્ષિત રાખવા એ અમારી જવાબદારી છે. ૧૬ જાન્યુઆરીના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના રસીકરણ અભિયાનની શરૂઆત કરી હતી. કોરોના રસીકરણ અભિયાનના પહેલા દિવસે ૨,૦૭,૨૨૯, બીજા દિવસે ૧૭,૦૭૨, ત્રીજા દિવસે ૧,૪૮,૨૬૬, ચોથા દિવસે ૧,૭૭,૩૬૮ કોરોના વૉરિયર્સને વેક્સિન આપવામાં આવી હતી. રાજધાની દિલ્હીની વાત કરીએ તો કોરાના રસીકરણ અભિયાનના ચોથા દિવસે ૪ કોરોના વૉરિયર્સમાં વેક્સિનના કારણે સાઇડ ઇફેક્ટ જાેવા મળી. આમાંથી ત્રણને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને એક વ્યક્તિ રાજીવ ગાંધી હૉસ્પિટલમાં દેખરેખ હેઠળ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.