Western Times News

Gujarati News

મેડિકલ સ્ટુડન્ટ્‌સને બોલાવવા પોલીસ મોકલવાનું બંધ કરો

પ્રતિકાત્મક

અમદાવાદ: કોરોનાની મહામારી દરમિયાન રોજના કલાકોની કોવિડ ડ્યુટી કરનારા મેડિકલ સ્ટુડન્ટ્‌સ હવે નીટની પરીક્ષાની તૈયારીઓ કરા મથામણ કરી રહ્યા છે.

એવામાં સરકાર દ્વારા મેડિકલ સ્ટુડન્ટને ફરજિયાત કોવિડ ડ્યૂટી કરવાના જાહેરાનામા વિરુદ્ધ થયેલી રિટની સુનાવણી બાદ હાઈકોર્ટે રાજ્ય સરકારને એવી ટકોર કરી છે કે, અમે રેકોર્ડ પર આ વાત નથી લેતાં પરંતુ તમે વિદ્યાર્થીઓને બોલાવવા માટે પોલીસ મોકલવાનું બંધ કરો.

આ અત્યંત અયોગ્ય બાબત છે. પોલીસના બદલે તેઓ જે કોલેજમાં ભણતા હોય ત્યાંના પ્રિન્સિપાલ, હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ વગેરે તેમને બોલાવી શકે છે. અથવા રાજ્ય સરકાર કાયદા મુજબ જે કાર્યવાહી કરવાની જરૂર લાગે તે કરી શક છે, પરંતુ તેમને પોલીસ મારફતે બોલાવવાની ફરિયાદ ફરીથી સામે આવવી જાેઈએ નહીં.

આ પ્રકારની મૌખિક ટકોર કરીને હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ જે.બી પારડીવાલાની ખંડપીઠે રાજ્ય સરકારની નોટિસ પાઠવી છે અને કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં રાખી છે. ઉલ્લેખનીય છે કે કોરોના કાળમાં ફરજિયાત કોવિડ ડ્યૂટીના સરકરી આદેશની વિરુદ્ધ ૩૦૦થી વધુ બોન્ડેડ ડોક્ટરોએ હાઈકોર્ટ સમક્ષ એડવોકેટ દિગંત કક્કડ વતી રિટ પિટિશન દાખલ કરી હતી.

જેમાં સીનિયર એડવોકેટ અનશિન દેસાઈએ ઉપસ્થિત રહીને એવી દલીલ કરી હતી કે અરજદાર વિદ્યાર્થીઓને નીટની પરીક્ષા આપવાની છે અને તેથી તેમના માટે એક-એક દિવસ મહત્વનો છે.

ત્યારે સરાર તેમને ફરજિયાત કોવિડ ડ્યૂટીમાં હાજર રહેવા ફરમાન કર્યું છે અને આમ ન કરવા પર બોન્ડ પેટે જમા કરાવેલા રૂપિયા જમા લઈ લેવામાં આવશે તેમ જણાવ્યું છે. એટલું જ નહીં આ વિદ્યાર્થીઓને બોન્ડેડ ડોક્ટર્સ સરકાર કહે છે. દેસાઈએ વધુમાં કહ્યું હતું કે, હવે તો સુપ્રીમ કોર્ટે બોન્ડેડ લેબર્સ કહેવાની પણ મનાઈ ફરમાવી છે, ત્યારે તબીબો માટે બોન્ડેડ શબ્દનો ઉપયોગ અયોગ્ય અને ગેરવ્યાજબી છે. આ વિદ્યાર્થીઓને પોલીસ દ્વારા હેરાન કરવામાં આવે છે

અને તેઓ કેમ કોવિડ ડ્યૂટીમાં હાજર નથી રહેતા એવા સવાલો કરવામાં આવે છે. તે ઉપરાંત હવે ખુદ સરકાર પણ કબૂલી રહી છે કે કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને હોસ્પિટલોના ૮૦ ટકાથી વધુ બેડ ખાલી છે. તે ઉપરાંત ગંભીર કેસોનું પ્રમાણ ઘટ્યુ છે અને હવે તો કોરોનાની વેક્સીન પણ આવી ગઈ છે અને સમગ્ર દેશમાં વેક્સિનેશન ચાલી રહ્યું છે.

ત્યારે કહી શકાય કે હવે પરિસ્થિતિ અગાઉ જેટલી ગંભીર નથી. ત્યારે સમગ્ર મુદ્દે ફરી વિચાર કરવો જાેઈએ. હવે વિદ્યાર્થીઓને કોઈ રાહત આપવી જાેઈએ. નોંધનીય છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.