Western Times News

Gujarati News

કારમાંથી ઓઇલ ટપકે છે, કહી ગઠિયાએ લેપટોપની ચોરી કરી

Files Photo

અમદાવાદ: શહેરમાં કારમાંથી ઓઇલ ટપકે છે તેવું કહી અનેકવાર કાર ચાલક જાેવા જાય ત્યારે કારમાં રહેલી વસ્તુઓ ચોરી ગેંગના સભ્યો ફરાર થઈ જતા હતા. આવો જ એક કિસ્સો ફરી બન્યો છે.  વાસણા અંજલિબ્રિજ પાસે એક કાર ચાલક ફોન પર વાત કરતા હતા. ત્યારે કાર નીચે ઈશારો કરતા ચાલક જાેવા ગયા તો ઓઇલ હતું. કાર બોનેટ ખોલીને જાેયું તો ઓઇલ ટપકતું ન હતું. જેથી કારમાં બેસવા ગયા ત્યારે ખબર પડી કે. તેઓનું લેપટોપ ચોરી થઈ ગયું છે. સમગ્ર મામલે વાસણા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વેજલપુરમાં આવેલી શ્યામ સુંદર સોસાયટીમાં રહેતા જગદીશભાઈ પરમાર ફાયનાન્સ કમ્પનીમાં નોકરી કરે છે. તેઓ પોતાની કાર લઈને કંપનીના કામર્થે નિકળયા હતા. અંજલિ ફ્લાયઓવર ચઢતા પહેલા તેઓને એક કોલ આવતા તેઓએ ગાડી સાઈડમાં ઉભી રાખી હતી. તેઓ ફોનમાં વાતચીત કરતા હતા. ત્યારે સામેની સાઈડથી એક છોકરાએ હાથથી ગાડીની નીચે ઈશારો કર્યો હતો. જેથી જગદીશભાઈએ ગાડીમાંથી નીચે ઉતરીને જાેયું તો ઓઇલ ઢોળાયેલું હતું.

બાદમાં જગદીશ ભાઈએ પોતાની ગાડીનું બોનેટ ખોલીને જાેયું તો ઓઇલ લીક થતું ન હતું. જેથી તેઓ બોનેટ બંધ કરી ગાડીમાં બેસવા જતા હતા ત્યારે પાછળનો દરવાજાે અડધો ખુલ્લો હતો. તેમાં જાેયું તો લેપટોપ બેગમાંથી લેપટોપ ગાયબ હતું.

બેગમાંથી અન્ય ડોક્યુમેન્ટ ચોરી થયા ન હતા. જેથી તેઓએ પોલીસને જાણ કરતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી ચોરીની ફરિયાદ નોંધી આ ટાબરીયા ને શોધવા તજવીજ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.