Western Times News

Gujarati News

ખાનગી હોસ્પિટલમાં માત્ર ૧૮૯ દર્દી જ સારવાર હેઠળ

અમદાવાદ: અમદાવાદમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. અમદાવાદીઓએ આખરે કોરોનાને હંફાવ્યો છે. એક સમય હતો, જ્યારે અમદાવાદમાં કોરોનાનો કહેર હતો, અને કોરોનાના કેસ કાબૂ બહાર ગયા હતા. પરંતુ હવે તેનો ગ્રાફ સતત નીચે આવી રહ્યો છે. કોરોનાના કેસો ઘટતાં ખાનગી કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલોની સંખ્યામાં મોટો ઘટાડો જાેવા મળ્યો છે. હવે માત્ર ૮૧ ખાનગી કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને સારવાર અપાશે.

હાલ અમદાવાદમાં માત્ર ૧૮૯ દર્દીઓ જ ખાનગી કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. તો ૮૯ ખાનગી કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલમાં ૩૦૦૫ બેડ દર્દીઓ માટે ઉપલબ્ધ છે. એટલે કે, આટલા બેડ હાલ ખાલી છે. ૨,૮૧૬ જેટલા બેડ કોરોનાના દર્દીઓની સારવાર માટે ખાનગી કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલમાં ખાલી છે. દિવાળી બાદ કોરોનાના વધેલા કેસોને પગલે છસ્ઝ્ર દ્વારા ૧૦૫ જેટલી ખાનગી હોસ્પિટલોને કોવિડની સારવાર માટે પરવાનગી અપાઈ હતી, જેમાં હવે મોટો ઘટાડો નોંધાયો છે.

ઉલ્લેખનીય છે કે ૨૦ જાન્યુઆરીએ અમદાવાદમાં ૯૦ ખાનગી કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને સારવાર મળતી હતી, જે હવે ઘટીને ૮૧ થઈ છે. ૨૦ જાન્યુઆરીએ ખાનગી કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલમાં કુલ ૩૩૯૫ બેડ ઉપલબ્ધ હતા, જે હવે ઘટીને ૩૦૦૫ થયા છે. તેમજ ૨૦ જાન્યુઆરીએ ખાનગી કોવિડ હોસ્પિટલમાં ૨૩૨ દર્દીઓ સારવાર હેઠળ હતા જે હવે ઘટીને ૧૮૯ થયા છે.

ગુજરાતમાં કોરોના હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો છે. રાત્રી કર્ફ્‌યૂ બાદ સ્થિતી ધીરે ધીરે થાળે પડી રહી હોય તેમ આંકડા ધીરે ધીરે ઘટવા લાગ્યા છે. લાંબા સમય બાદ સતત કોરોનાના કેસનો આંકડો ૧૦૦૦ ની નીચે આવ્યો છે. તો કોરોના સિટી તરીકે ઓળખાતા અમદાવાદમાં ૧૦૦થી નીચે કેસ આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.