Western Times News

Gujarati News

વેજપુરના બાઈક ચોરને અને પેરોલ ફર્લોએ ખેતરમાંથી નાસતા ફરતા આરોપીને દબોચ્યો

એલસીબીએ ટીંટોઈ નજીકથી ૧૫૬ બોટલ દારૂ ઝડપ્યો, 

અરવલ્લી એસપી સંજય ખરાતના આગમન પછી જીલ્લામાં પ્રોહિબિશનની શખ્ત કાર્યવાહી,ચોરી લૂંટના વણઉકેલ્યા ગુન્હાનો ઝડપથી ભેદ ઉકેલાઈ રહ્યો છે સ્થાનીક પોલીસતંત્ર અને વિવિધ એજન્સીઓ દોડાદોડ કરી રહી છે જીલ્લા એસઓજી પોલીસે મોડાસા શહેરના કુખ્યાત મોબાઈલ બજાર નજીકથી બીલ વગરના એપલ આઈ ફોન-૧૨ પ્રો સાથે મોડાસાના રહેમતુલ્લા અમીભાઈ ભાયલાને ઝડપી પાડી ૯૦ હજારનો મોબાઈલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

અરવલ્લી એલસીબી પીઆઈ આર કે પરમારને ડોડીસરા થી પલ્સર બાઈક પર વિદેશી દારૂ ભરી બુટલેગર જીવણપુર નજીકથી પસાર થવાનો  હોવાની બાતમી મળતા ટીંટોઈ નજીક વાહનોનું સઘન ચેકીંગ હાથધરતા બાતમી આધારીત પલ્સર બાઈક આવતા અટકાવવાનો પ્રયત્ન કરતા બુટલેગરે બાઈકને દોડાવી મુકતા પોલીસે પીછો કરતા બુટલેગર ટીંટોઈ નજીક ફૂટા ગામના તળાવ નજીક દારૂનો જથ્થો નાખી હવામાં ઓગળી જતા

એલસીબી પોલીસે વિદેશી દારૂની ૧૫૬ બોટલ કીં.રૂ.૩૧૨૦૦/-નો દારૂ જપ્ત કરી ફરાર બુટલેગર વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા અન્ય એક કિસ્સામાં વર્ષ-૨૦૧૯ માં ભિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બાઈક ચોરીના ગુન્હામાં સંડોવાયેલ વેજપુર ગામનો નિમેશ ઉર્ફે નમો હરેશભાઇ ખરાડી નામનો આરોપી રીંટોડા ચોકડી નજીકથી પસાર થવાનો હોવાની બાતમી મળતા એલસીબી પોલીસે રીંટોડા ચોકડી પર વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો

અરવલ્લી પેરોલફર્લો પીએસઆઈ કે એસ સીસોદીયા અને તેમની ટીમે હિંમતનગર સબ જેલનો પાકા કામનો કેદી જામીન પર છૂટ્યા બાદ ફરાર થઇ ગયેલ આરોપી કમલેશ બાબુભાઇ નીનામાને તેના ઘર નજીક ખેતરમાં ખાટલો નાખી ઉંઘી રહ્યો હોવાની બાતમી મળતા પેરોલફર્લો ટીમે સુરપર(દાંતીયા) ગામે ત્રાટકી ખેતરને કોર્ડન કરી કમલેશ નિનામાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

તેમજ બાયડ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ૫ વર્ષ અગાઉ ભેંશોની ચોરીમાં સંડોવાયેલ શાહરુખ ઈબ્રાહીમ ઉર્ફે અબ્દુલજાની મુલતાની (રહે,ચાંદટેકરી,મોડાસા) હિંમતનગર એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હામાં ધરપકડ થઇ હોવાનું અને કસ્ટડીમાં હોવાનું જાણવા મળતા હિંમતનગર સબજેલ જેલરનું લેખીત લખાણ મેળવી બાયડ પોલીસને જાણ કરવામાં આવી હતી અને ૫ વર્ષ અગાઉ ભેંશ ચોરીના ગુન્હાનો આરોપીને શોધવામાં સફળતા મળી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.