Western Times News

Gujarati News

મારુતિએ લોન્ચ કરી SUV ક્ષેણીમાં Jimny; જાણો કિંમત

આઇકોનિક Jimny સાથે દુર્ગમ માર્ગોની સફરનો આનંદ માણો!

રોમાંચ અને સાહસના નવા યુગના આરંભ માટે મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ (MSIL) દ્વારા તેની ખૂબ જ પ્રતીક્ષા થઇ રહેલી ઓફ-રોડર Jimnyને INR 1,274,000 ની પ્રારંભિક કિંમત સાથે લોન્ચ કરવાની જાહેરાત કરવામાં આવી છે. Jimny દેશભરમાં તમામ NEXA શોરૂમ પર આજથી ડિલિવરી માટે ઉપલબ્ધ થઇ જશે. NEXA launches thetrue blue off-roader Jimny(5-door)

દુર્ગમ પ્રદેશોની સફર પર વિજય મેળવવા અને #NeverTurnBack ની ભાવના કેળવવાની અદમ્ય પ્રતિબદ્ધતા સાથે તૈયાર કરવામાં આવેલી આ અસાધારણ SUV સાહસ, ખડતલ અને પ્રતિભાનું અનિવાર્ય પેકેજ આપે છે.

મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને CEO શ્રી હિસાશી ટેકયુચીએ Jimnyની કિંમતો અંગે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, “ભારતીય બજારમાં સાહસના પ્રતિક એવી સુપ્રસિદ્ધ Jimnyને રજૂ કરવાનો અમે વિશેષાધિકાર મેળવી શક્યા હોવાનો આનંદ અનુભવીએ છીએ.

સુઝુકીની ઓલ ગ્રીપ પ્રો (4WD) ટેક્નોલોજી દ્વારા સંચાલિત Jimnyનીસદાકાળ ડિઝાઇન અને અસાધારણ ઓફ-રોડ ક્ષમતાઓની મદદથી,1970માં તેનેસમગ્ર દુનિયામાં લોન્ચ કરવામાં આવી ત્યારથી 5 દાયકા કરતાં વધુ સમયથી રૂઢીગત બાબતોનું બંધન તોડીને કંઇકઅલગ કરી રહી છે. Jimny (5-ડોર)નું લોન્ચિંગ અમારા SUV પોર્ટફોલિયોમાંએક આનંદકારક સીમાચિહ્નરૂપ છે

અને દેશની સૌથી મોટી SUV નિર્માતા બનવાના અમારા લક્ષ્યમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. અમને સંભવિત ગ્રાહકો અને વિવેચકો બંને તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હોવાથી અમે આનંદિત છીએ. અમને વિશ્વાસ છે કે,Jimnyતેના ગ્રાહકોને #NeverTurnBack અભિગમ સાથે તમામ અવરોધોને પાર કરીને દુર્ગમ પ્રદેશો અને શક્તિ એક્સપ્લોર કરવા માટેસમર્થ બનાવશે.”

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે,“સુઝુકી મોટર કોર્પોરેશન માટે ભારત માત્ર સ્થાનિક બજાર તરીકે જ નહીં પરંતુ વૈશ્વિક નિકાસ આધાર તરીકે પણ મહત્વનું સ્થાન ધરાવે છે. મને એ જાહેરાત કરતાં ઘણો આનંદ થાય છે કે ભારત,Jimny (5-ડોર) માટે ગર્વથી મધર પ્લાન્ટ તરીકે સેવા આપશે અને તેના લોન્ચ માટેનું પ્રથમ બજાર હશે. આ ખરેખર વિશ્વ માટે મેક-ઇન-ઇન્ડિયા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાની ફરીથી પુષ્ટિ કરે છે.”

Jimny (5-દરવાજા) ઝેટા અને આલ્ફા વેરિઅન્ટમાં ઓટોમેટિક અને મેન્યુઅલ ટ્રાન્સમિશન પસંદગીઓ સાથે ઉપલબ્ધ હશે, જે જુસ્સાદાર અને વ્યાવસાયિક SUV ઉત્સાહિઓને ઉત્તેજિત કરવાનું લક્ષ્ય રાખે છે. ‘ક્રાફ્ટેડ ફ્યુચરિઝમ’ની NEXAની ડિઝાઇનની વિચારધારાને આગળ ધપાવીનેJimny, NEXAના SUV પોર્ટફોલિયોમાં નવી ડિઝાઇનની લાક્ષાણિકતા પર વધુ ભાર મૂકે છે. તે NEXpression, NEXtech અને NEXperience ના ત્રણ મુખ્ય સ્તંભોને પણ આગળ ધપાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.