Western Times News

Gujarati News

નેક્સલિન દ્વારા 2 નવી પ્રોડક્ટ્સ તેજસ અને તેજસ પ્રો લોન્ચ કરાઈ

અમદાવાદ / ગાંધીનગર : મર્લિન એ ઘણાં સમયથી વોટર પ્યોરીફિકેશન ક્ષેત્રમાં વિશ્વસનીય નામ બન્યું છે. શ્રેષ્ઠતા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા આરઓ, યુવી અને મલ્ટી-સ્ટેજ ફિલ્ટરેશન જેવી અદ્યતન તકનીકોને એકસાથે લાવીને પીવાનું શુદ્ધ પાણી  મળી રહે તે માટેના ધોરણોને સુનિશ્ચિત કરે છે. હવે નેક્સસ અને મર્લિન બંને કંપનીઓ એ એકસાથે આવીને થોડા સમય અગાઉ જ જોઈન્ટ વેન્ચર કરીને નેક્સલિનની સ્થાપના કરી છે જે વોટર પ્યોરીફાયિંગ ક્ષેત્રમાં મોટું નામ બની રહ્યું છે. Nexlin launched 2 new products Tejas and Tejas Pro

અગાઉ ડિસેમ્બરમાં તેમણે પોતાની પ્રથમ પ્રોડક્ટ અર્બન & વાઇબ લોન્ચ કરી હતી અને હવે થોડા જ મહિનાઓમાં તેમણે પોતાની બીજી 2 પ્રોડક્ટ્સ તેજસ અને તેજસ પ્રો લોન્ચ કરી છે.  આ પ્રોડક્ટ્સ એ લક્ઝ્યુરિયસ આરઓ કેબિનેટ છે, જે કિચનની સુંદરતામાં ચાર ચાંદ ઉમેરે છે.

પ્રોડક્ટ લોન્ચ સમયે પ્રદીપ દ્વિવેદી, (બ્રાન્ડ કન્સલ્ટન્ટ & એમડી, મેટ્રો એડ & પ્રિન્ટ પેક પ્રાઇવેટ લિમિટેડ), રજત બંસલ (કો-ફાઉન્ડર, નેક્સલિન કેબિનેટ્સ  & નેક્સસ સિરીઝ), શુભમ બંસલ (કો- ફાઉન્ડર, નેક્સલિન કેબિનેટ્સ & નેક્સસ સિરીઝ), જયદીપ ક્રિશ્નાની (કો-ફાઉન્ડર, નેક્સલિન કેબિનેટ્સ & મર્લિન આરઓ) અને જીતેન અગ્રવાલ (કો-ફાઉન્ડર, નેક્સલિન કેબિનેટ્સ & મર્લિન આરઓ) ઉપસ્થિત રહ્યાં હતા. તેઓએ માહિતી આપી હતી કે, અમારી પ્રથમ પ્રોડક્ટને સમગ્ર ગુજરાતમાં ખૂબ આવકાર મળ્યો છે અને આ પ્રોડક્ટ્સને પણ તેટલો જ પ્રતિસાદ મળશે તેવી અમને આશા છે.

મેટ્રો એડ & પ્રિન્ટ પેક પ્રાઇવેટ લિમિટેડના બ્રાન્ડ કન્સલ્ટન્ટ & એમડી પ્રદીપ દ્વિવેદી એ જણાવ્યું હતું કે, “પ્રોડક્ટની સુંદરતાની સાથે તેનું પેકેજિંગ પણ એટલું જ મહત્વનું છે કારણકે પ્રોડક્ટ પછી દેખાય છે અને પેકેજિંગ પહેલાં દેખાય છે.”

નેક્સલિન કેબિનેટ્સ & મર્લિન આરઓના કો-ફાઉન્ડર જયદીપ ક્રિશ્નાની એ જણાવ્યું હતું કે, “અમે હંમેશાથી નવા ઇનોવેશન્સ માટે માર્કેટમાં જાણીતા છીએ. અમારી દરેક પ્રોડક્ટ માર્કેટમાં અગ્રેસર રહે છે.”

નેક્સલિન કેબિનેટ્સ  & નેક્સસ સિરીઝના કો-ફાઉન્ડર રજત બંસલે જણાવ્યું હતું કે, “અમે 2 મહિના અગાઉ જ અમારી નવી પ્રોડક્ટ લોન્ચ કરી હતી જેને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે અને આ પ્રોડક્ટ પણ લોકોને જરૂર ઉપયોગી સાબિત થશે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.