NFSA તથા Non-NFSA BPL રેશનકાર્ડ ધારકોને સસ્તા અનાજની દુકાનો પરથી વિનામૂલ્યે થઇ રહ્યુ છે અનાજ વિતરણ
તા. ૨૭ મે સુધીમાં પોરબંદર જિલ્લાની ૨૧૮ સસ્તા ભાવની અનાજની દુકાનો પરથી જિલ્લાના ૭૮ હજાર થી વધુ પરિવારોને અનાજ વિતરણ કરાશે.
ગાંધીનગર, પોરબંદર જિલ્લાના NFSA તથા NON NFSA BPL રેશન કાર્ડ ધારકોને મે માસનુ સસ્તા ભાવની અનાજની દુકાનો પરથી તા.૧૭ થી તા. ૨૭ સુધી વિનામૂલ્યે અનાજ વિતરણ કરવાની કામગીરીના ભાગરૂપે આજ તા.૧૯ના રોજ જે કાર્ડ ધારકોના રેશનનો છેલ્લોઆંક ૩ હતો તેઓને રાશન વિતરણ કરાયુ હતુ.
તા.૨૦ના રોજ જે રેશનકાર્ડનો છેલ્લો આંક ૪ હશે તે કાર્ડ ધારકોને સસ્તા અનાજની દુકાનો પરથી વિનામૂલ્યે અનાજ વિતરણ કરાશે. તા. ૨૭ મે સુધીમાં પોરબંદર જિલ્લાની ૨૧૮ સસ્તા ભાવની અનાજની દુકાનો પરથી જિલ્લાના ૭૮ હજાર થી વધુ પરિવારોને અનાજ વિતરણ કરાશે.
કોરોના મહામારીના કારણે લોકડાઉનની સ્થિતિમાં મુખ્યમંત્રીશ્રી દ્રારા NFSA તથા NON NFSA BPL રેશન કાર્ડ ધારકોને મે માસનુ નિયમિત તથા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ઘઉ, ચોખા, ચણા, ખાંડ તથા મીઠું વિનામૂલ્યે અનાજ વિતરણ કરાઇ રહ્યુ છે. રાશનનો જથ્થો મેળવતા સમયે લાભાર્થીઓએ કોરોના વાઇરસનું સંક્રમણ ન ફેલાઇ તે માટે સામાજિક અંતર રાખવુ તથા માસ્ક ફરજિયાત પહેરવા જણાવાયું છે.