NFSU ફોરેન્સિક સાયન્સ ક્ષેત્રે કૌશલ્યયુક્ત તજજ્ઞોનું માનવબળ કરી વિશ્વને સલામત બનાવવા માટે કટિબદ્ધઃ ડૉ. જે.એમ. વ્યાસ
“પ્રિવેન્ટિવ ફોરેન્સિક્સ”નો કોન્સેપ્ટ એ નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU)નું સમગ્ર વિશ્વને સૌપ્રથમવાર પ્રદાન છેઃ ડૉ. વ્યાસ
અમદાવાદ, ધ ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ એન્ટી-કરપ્શન ઓથોરિટીઝ (IAACA), હોંગકોંગ દ્વારા બે દિવસીય IAACA ઓનલાઈન ટ્રેનિંગ પ્રોગ્રામ’નું આયોજન કરવામાં આવ્યું છે. જેના ઉદ્ઘાટન સત્રમાં બુધવારે નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU)ના કુલપતિ, પદ્મશ્રી ડૉ. જે.એમ. વ્યાસે ૧૫૦થી વધુ દેશોના એન્ટી-કરપ્શન (લાંચ-રુશ્વત) ક્ષેત્રે કાર્ય કરતાં રેકોર્ડ બ્રેકિંગ ૧૦૦૦થી વધુ અધિકારીઓને ફોરેન્સિક સાયન્સનું મહત્ત્વ તથા લાંચ-રુશ્વત અને તે સંબંધિત કેસોમાં ફોરેન્સિક સાયન્સની ઉપયોગિતા અંગે ઓનલાઈન માહિતી આપી હતી. આ પ્રસંગે શ્રી પી.કે.શ્રીવાસ્તવ, સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર, નવી દિલ્હી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU)ના કુલપતિ, પદ્મશ્રી ડૉ. જે.એમ. વ્યાસે જણાવ્યું હતું કે ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશીના પરિણામે વિશ્વની સૌપ્રથમ અને એક માત્ર ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી-NFSUની સ્થાપના ભારતના ગુજરાત રાજ્યમાં કરવામાં આવી છે. NFSU ફોરેન્સિક સાયન્સ ક્ષેત્રે કૌશલ્યયુક્ત તજજ્ઞોનું માનવબળ તૈયાર થાય કરીને વિશ્વને સલામત અને સુરક્ષિત બનાવવામાં મદદરૂપ થવા માટે કટિબદ્ધ છે. અત્યાર સુધીમાં વિશ્વના ૭૨થી વધુ દેશોના ૫,૦૦૦થી વધુ અધિકારીઓને NFSU દ્વારા ફોરેન્સિક સાયન્સની તાલીમ આપવામાં આવી છે. વર્ષ-૨૦૦૯માં પાંચ અભ્યાસક્રમ સાથે શરૂ થયેલી આ યુનિવર્સિટી ખાતે અત્યારે ૭૦થી વધુ અનુસ્નાતકથી માંડીને પીએચ.ડી. સુધીના અભ્યાસક્રમ ચાલી રહ્યા છે.
ડૉ. જે.એમ. વ્યાસે જણાવ્યું હતું કે “પ્રિવેન્ટિવ ફોરેન્સિક્સ”નો કોન્સેપ્ટ એ નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU)નું સમગ્ર વિશ્વને સૌપ્રથમવાર પ્રદાન છે. NFSU અને ફ્લોરિડા યુનિવર્સિટી સાથે મળીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડિજિટલ ફોરેન્સિક્સ સહિતના વિષયોમાં સંશોધન-કાર્ય કરી રહી છે. જ્યારે દ્વિતીય વિશ્વયુદ્ધમાં મૃત્યુ પામેલા અમેરિકાના સૈનિકોની શોધખોળમાં પણ NFSU અને ેંજીછ સરકાર સાથે સમજૂતી કરાર(સ્ર્ેં) કરીને ફોરેન્સિક મદદ પૂરી પાડી રહી છે. આ ઉપરાંત, નામિબિયા, ઝિમ્બાબ્વે, રવાન્ડા જેવા દેશોની ફોરેન્સિક ક્ષમતા-નિર્માણમાં દ્ગહ્લજીેં મદદ કરી રહ્યું છે.
ડૉ. જે.એમ. વ્યાસે વધુમાં ઉમેર્યું હતું કે ભારતના ગૃહમંત્રી શ્રી અમિત શાહે ફોરેન્સિક સાયન્સનું મહત્ત્વ વધારતું પગલું ભરીને દિલ્હીમાં છ વર્ષ કે તેથી વધુ સજાના કેસોમાં ફોરેન્સિક તપાસ ફરજિયાત કરાવી છે. જેનાથી પુરાવા ઉપલબ્ધ થતાં દોષસિદ્ધિના દરમાં પણ વધારો થશે. NFSU દ્વારા દોઢ વર્ષના સંશોધન બાદ ભારતમાં જ નિર્માણ કરવામાં આવેલી મોબાઈલ ફોરેન્સિક વાન પણ અત્યારે દિલ્હી પોલીસ પાસે છે. આ મોબાઈલ ફોરેન્સિક વાન ઝડપથી ગુના સ્થળે પહોંચી, પુરાવા એકત્રિત કરીને તથા ગુનાની વૈજ્ઞાનિક તપાસ કરીને સચોટ વૈજ્ઞાનિક પુરાવા કોર્ટ સમક્ષ રજૂ થઈ શકશે. આવા પ્રયાસોથી ન્યાયતંત્રને પુરાવાનો આધાર આપીને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ રીતે ફોરેન્સિક એક્સપર્ટનો ફાળો ક્રાઇમ સીનથી લઈને કોર્ટરૂમ સુધીનો છે.
ડૉ. જે.એમ. વ્યાસે જણાવ્યું હતું કે NFSU ડ્રોન ફોરેન્સિક્સ ક્ષેત્રે સમગ્ર વિશ્વમાં અગ્રણી છે. જે અંતર્ગત વિવિધ પ્રકારના ડ્રોનનો ડેટાબેઝ પણ તૈયાર થઈ રહ્યો છે. આ ઉપરાંત, ડૉ. વ્યાસે ફોરેન્સિક વિજ્ઞાનની વિવિધ શાખાઓ જેવી કે, ફોરેન્સિક કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી, ડીએનએ, ડિજિટલ ફોરેન્સિક્સ, સીસીટીવી સર્વેલન્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) જેવી ટેક્નોલોજીની મદદથી લાંચ-રુશ્વત નિવારણ તેમજ તેને લગતા ગુનાઓની તપાસ અને ગુનેગારોને સજા મળે તે માટે કેવી રીતે મદદરૂપ બની શકે છે, તે અંગેની વિસ્તૃત વિગતો ઉદાહરણ સાથે દર્શાવી હતી.
આ ઓનલાઈન મિટિંગ દરમિયાન શ્રી અરવિંદકુમાર, વિજિલન્સ કમિશનર- સેન્ટ્રલ વિજલન્સ કમિશન; શ્રી પી.ડેનિયલ, સેક્રેટરી-સેન્ટ્રલ વિજલન્સ કમિશન અને શ્રી નીતિનકુમાર, ડાયરેક્ટર-સેન્ટ્રલ વિજિલન્સ કમિશન; સી.ડી. જાડેજા, એક્ઝિક્યુટિવ રજિસ્ટ્રાર, NFSU-ગાંધીનગર; પ્રો. (ડૉ.) નવીનકુમાર ચૌધરી, કેમ્પસ ડાયરેક્ટર, NFSU-ગોવા અને ડીન-SCSDF; આર.એન.ગુણા, ડેપ્યુટી ડાયરેક્ટર (ટ્રેનિંગ), NFSU; ડૉ. દિગ્વિજયસિંહ રાઠોડ, એસોસિએટ ડીન-SCSDF, ડૉ.નિલય મિસ્ત્રી, એસોસિએટ પ્રોફેસર ઉપસ્થિત રહ્યા હતા.