NHL મ્યુનિસિપલ મેડીકલ કોલેજની વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી

AI Image
(પ્રતિનિધિ) અમદાવાદ, શ્રીમતિ એન.એચ.એલ. મ્યુનસિપલ મેડીકલ કોલેજમાં અન્ડર ગ્રેજ્યુએટ કોર્ષમાં સને ૨૦૨૩-૨૪ના વર્ષમાં વસાવા સુશીલાબેન રમેશભાઈ (ઉંમર આશરે ૨૧ વર્ષ) નામની વિદ્યાર્થીનીએ 4 એપ્રિલે ગર્લ્સ હોસ્ટેલમાં આત્મહત્યા કરી હોવાની દુઃખદ ઘટના બહાર આવી છે.
શ્રીમતિ એન.એચ.એલ. મ્યુનસિપલ મેડીકલ કોલેજના સૂત્રો એ જણાવ્યા મુજબ મૃતક વિધાર્થીનીએ ગવર્નમેન્ટ ક્વોટામાં (ફીશીપ કાર્ડ) એડમીશન લીધુ હતુ.. કોલેજના રેકર્ડ મુજબ વસાવા સુશીલાબેન રમેશભાઈ બાયડ (અરવલ્લી)ના વતની હતા. હાલમાં સેકન્ડ એમ.બી.બી.એસ.માં અભ્યાસ કરતા હતા. વસાવા સુશીલાબેન રમેશભાઈ કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં રૂમ નં.૪૨૪ રૂમ ફાળવવામાં આવ્યો હતો.
તા.૦૪.૪.૨૦૨૫ના રોજ રાત્રે ૧૨ વાગ્યાની આસપાસ તેઓએ ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી છે. વસાવા સુશીલાબેન રમેશભાઈ સાથે રહેતા તેઓના રૂમ પાર્ટનર રાત્રિના સમયે હોસ્ટેલ રૂમ પર આવ્યા ત્યારે રૂમનો દરવાજો ખોલ્યો તે સમયે આ બનાવની જાણ થઇ હતી. જે અંગે બનાવ સ્થળે હયાત રાત્રિના સ્ટાફ દ્વારા પોલીસ કંટ્રોલમાં તેમજ સુશીલાબેનના સગાને ટેલિફોનથી જાણ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા ઘટના સ્થળે આવી આગળની કાર્યવાહી કરી છે.
શ્રીમતિ એન.એચ.એલ. મ્યુનિસિપલ મેડીકલ કોલેજ ના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે અભ્યાસમાં દાખલ થતા સ્ટુડન્ટસને એન.એમ.સી.ના નોર્મ્સ મુજબ મેન્ટર મેન્ટી પ્રોગ્રામ અંતર્ગત સ્ટુડન્ટ દીઠ એક મેન્ટર તરીકે ટીચીંગ સ્ટાફ ફાળવવામાં આવતો હોય છે.
આ પ્રોગ્રામમાં સ્ટુડન્ટ સાથે મેન્ટરની દર બે ત્રણ માસે મીટીંગ થતી હોય છે. વસાવા સુશીલાબેન રમેશભાઈને ફાળવેલ મેન્ટર સાથે તેઓની ડિસેમ્બર-૨૪ તથા ફેબ્રુઆરી-૨૫ ના રોજ સામાન્ય મીટીંગ થયેલ હતી. જેમાં વસાવા સુશીલાબેન રમેશભાઈને કોઈ મુંઝવણ કે પ્રશ્ર હોવાનું જાહેર થયું નથી.