NID દ્વારા બનાવાયેલી કાલુપુર રેલવે સ્ટેશનની નવી ડિઝાઈન રેલવે મંત્રીએ નિહાળી
રેલવેમંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ અને રેલવે રાજ્યમંત્રી શ્રીમતી દર્શના જરદોશે કર્યું અમદાવાદ સ્ટેશનનું નિરીક્ષણ
પશ્ચિમ રેલવેના દાહોદ વર્કશોપમાં માનનીય વડાપ્રધાનના કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા માનનીય કેન્દ્રીય રેલવેમંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ અને માનનીયા રેલવે રાજ્યમંત્રી શ્રીમતી દર્શના જરદોશે અમદાવાદ સ્ટેશનના ઐતિહાસિક વારસા સમા મિનારાને સાચવવા તથા સ્ટેશનના પુનર્વિકાસ અંગે વિસ્તૃત ચર્ચા કરી.
તે સાથે એનઆઇડી દ્વારા રેલવે સ્ટેશન અને ટ્રોલીઓને વધારે સારી બનાવવા માટે તૈયાર કરાયેલ પ્રેઝન્ટેશનને પણ નિહાળ્યું.
આ જાણકારી આપતા મંડળ રેલવે પ્રવક્તાએ જણાવ્યું કે દિલ્હીથી દાહોદના કાર્યક્રમમાં હાજરી આપવા આવેલ માનનીય રેલમંત્રી તથા માનનીય રેલ રાજ્યમંત્રીએ સ્ટેશનનું નિરીક્ષણ, મુસાફરો સાથે વાતચીત, અને સ્ટેશનના પુનર્વિકાસ માટે રેલવેના અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્યા કરી.
તે સાથે એ પણ જણાવ્યું કે ‘વન સ્ટેશન વન પ્રોડક્ટ’ અભિયાન અંતર્ગત ભારતમાં સ્વદેશી અને વિશિષ્ટ ઉત્પાદનો તથા ક્રાફ્ટના વેચાણને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે.
આ પ્રસંગે માનનીય રેલમંત્રી, માનનીયા રેલ રાજ્યમંત્રી, અધ્યક્ષ રેલવે બોર્ડ શ્રી વી. કે. ત્રિપાઠી, મેનેજર વેસ્ટર્ન રેલવે શ્રી અનિલકુમાર લાહોટી, મુખ્યાલયથી આવેલા અગ્રણી મુખ્ય અધિકારીઓ, મંડળ રેલવે મેનેજર અમદાવાદના શ્રી તરુણ જૈન સહિત અન્ય અધિકારીઓ હાજર રહ્યા. તે પછી તેઓ નિરીક્ષણ યાનથી અમદાવાદ સ્ટેશનેથી દાહોદ જવા માટે રવાના થયા.