Western Times News

Gujarati News

અમદાવાદ NIDના 430 વિદ્યાર્થીઓને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે પદવી એનાયત કરાઈ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે NIDનો 44મો પદવીદાન સમારોહ યોજાયો

સુંદર વસ્તુના નિર્માણથી લોકોના જીવનમાં ખુશી આવે અને છેવાડાના માનવીનું જીવન બદલાય, તેવો અભિગમ રાખવો જોઈએ: રાષ્ટ્રપતિ શ્રીમતિ દ્રૌપદી મુર્મુ

રિયલ વર્લ્ડ પ્રોબ્લેમ સોલ્વ થાય તેવી ડિઝાઇન નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ડિઝાઇનના વિદ્યાર્થીઓ બનાવે છે-:રાષ્ટ્રપતિ

દેશના સામાજિક અને આર્થિક વિકાસમાં એનઆઈડી જેવી સંસ્થાઓનું મહત્વનું યોગદાન છે

વિદ્યાનો ઉપયોગ સમાજના કલ્યાણ માટેધનનો ઉપયોગ જરૂરિયાતમંદોની મદદ માટે અને બળનો ઉપયોગ નબળાંઓની રક્ષા માટે કરો: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત

આજે અમદાવાદ ખાતે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના અધ્યક્ષસ્થાને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈન (NID)નો  44 મો પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં વિવિધ ફેકલ્ટીના કુલ- 430 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. ૧૦૨ સ્નાતક વિદ્યાર્થીઓ૩૨૩ અનુસ્નાતક વિદ્યાર્થીઓ અને ૫ સ્કોલર્સને પી.એચડી.ની પદવી એનાયત કરવામાં આવી હતી.

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇનના ૪૪મા પદવીદાન સમારોહમાં સંબોધન કરતાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ જણાવ્યું હતું કેઅમદાવાદ નામાંકીત શૈક્ષણિક સંસ્થાઓનું ઉદગમ સ્થાન છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન નેશનલ ઈમ્પોર્ટન્સ ધરાવતી આવી જ એક મહત્વની સંસ્થા છે.

ડિઝાઇન ક્ષેત્રે શિક્ષણ અને તાલીમ આપતી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન પાયોનિયર હોવાની સાથોસાથ  શીખવવાના તેના આગવા અંદાજના લીધે પણ જાણીતી છે. તેના વિદ્યાર્થીઓ અને શિક્ષકો ડિઝાઇન ક્ષેત્રે સતત સફળતાના શિખરો સર કરી રહ્યા છેએમ તેમણે ઉમેર્યું હતું.

ડિઝાઇનના મહત્વ વિશે વાત કરતાં રાષ્ટ્રપતિશ્રીએ જણાવ્યું હતું કેડિઝાઇન સમાજ અને દુનિયાના પ્રશ્નો અને સમસ્યાઓના સમાધાન પૂરા પાડે છે. ડિઝાઇન દ્રશ્ય ભાવને અસરકારક રીતે વ્યક્ત કરે છે. સાથે જતેમણે એનઆઈડી દ્વારા ડિઝાઇન કરવામાં આવેલી ગણતંત્ર દિવસની એટ હોમ સેરેમનીની આમંત્રણ પત્રિકાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

તેમણે ઉમેર્યું હતું કેડિઝાઇનના બહુઆયામી શિક્ષણ સાથે  નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન સમાજ નિર્માણ અને લોકસમસ્યાઓના હકારાત્મક ઉકેલ અર્થે અનેકવિધ  સમાધાન પૂરા પાડે છે. ડિઝાઇન ક્ષેત્રે ક્રિએટિવ થીંકિંગ થકી છેવાડાના માનવીઓનાં જીવનધોરણમાં નોંધપાત્ર બદલાવ લાવવા સાથે દેશના સામાજિક અને આર્થિક વિકાસમાં આ સંસ્થા મહત્વનું યોગદાન આપી રહી છેએમ તેમણે ઉમેર્યું હતું.

21મી સદીમાં ડિઝાઇનના આયામો અને મહત્વ વિશે વાત કરતાં રાષ્ટ્રપતિશ્રીએ જણાવ્યું હતું કેડિઝાઇન આપણા વારસા અને આધુનિકતાને સાથે લાવે છે. તેના યોગ્ય સંમિશ્રણ અને શ્રેષ્ઠ પ્રેક્ટિસીસ દ્વારા તે ગ્રામીણ અને આધુનિક ભારતના નિર્માણમાં નોંધપાત્ર યોગદાન આપે છે. ડિઝાઇનના માધ્યમથી ટ્રેડિશનલ સ્કિલ્સને આધુનિક જરૂરિયાતો માટે ઉપયોગી બનાવીને આ સંસ્થા સસ્ટેનેબલ લાઈવલીહુડ પૂરું પાડવામાં મહત્વની સાબિત થઈ રહી છેએમ તેમણે ઉમેર્યું હતું.

વધુમાં વાત કરતાં રાષ્ટ્રપતિશ્રીએ ઉમેર્યું હતું કેએનઆઇડીના વિદ્યાર્થીઓ ઇમ્પેક્ટફુલ ડિઝાઇન બનાવી રહ્યા છે. અર્બન અને રૂરલ વચ્ચેનો તફાવત દૂર થાયતેમજ માર્જિનલાઇઝડ લોકોને લાભ થાયરીયલ વર્લ્ડ પ્રોબ્લેમ સોલ્વ થાય તેવી ડિઝાઇન અહીંના વિદ્યાર્થીઓ બનાવે છે.

રાષ્ટ્રપતિશ્રીએ વિદ્યાર્થીઓને જનસેવાની પ્રેરણા આપતા કહ્યું કેતમારા ટેલેન્ટ અને સ્કીલનો ઉપયોગ સમાજ માટે કરજો. સમાજનું – રાષ્ટ્રનું ઋણ ચૂકવવાનો હવે અવસર છે. સુંદર વસ્તુના નિર્માણથી લોકોના જીવનમાં ખુશી આવે અને છેવાડાના માનવીનું જીવન બદલાય તેવો અભિગમ રાખવો જરૂરી છે.

: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત :

રાષ્ટ્રીય ડિઝાઇન સંસ્થાન – NIDના 44મા દીક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓને સંબોધન કરતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે છેલ્લાં લગભગ પચાસ વર્ષોથી આ સંસ્થાએ ભારતમાં ડિઝાઇન ક્ષેત્રમાં જે કીર્તિમાન સ્થાપિત કર્યા છેતેના માટે આ સંસ્થાના સંચાલકો અને વિદ્યાર્થીઓ અભિનંદનને પાત્ર છે. જે વિદ્યાર્થીઓએ પોતાની મહેનતલગનનિષ્ઠા અને પરિશ્રમથી ડિગ્રી મેળવી છેતે વિદ્યાર્થીઓને તેમણે શુભકામનાઓ અને અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું હતું કે પ્રતિષ્ઠિત સંસ્થાનના આ વિદ્યાર્થીઓ વિકસિત ભારતના નિર્માણમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના સપનાને સાકાર કરવામાં સહયોગી બનશે.

શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે ભારત ડિઝાઇન ક્ષેત્રમાં કોઈ નવો દેશ નથી. જ્યારે યુરોપના લોકો વલ્કલ વસ્ત્રો પહેરતા હતાતે સમયે ભારતના ઢાકાના મલમલને મૅચબૉક્સમાં બંધ કરવાની કળા અહીંના લોકોએ વિકસાવી હતી. ભારતના કુટિર ઉદ્યોગ વિશ્વમાં પ્રખ્યાત હતા. આપણા વેપારીઓ સમુદ્રી જહાજોમાં માલ ભરીને આખી દુનિયામાં પુરવઠો પહોંચાડતા હતા. આપણી શિલ્પકલા અભૂતપૂર્વ હતી.

ગામનો દરેક કારીગર ડિઝાઇનર હતો. મોચી જૂતામાંવણકર વસ્ત્રોમાં અને કુંભાર માટીના વાસણોમાં અનોખી ડિઝાઇન બનાવતા હતા. આ બધી ડિઝાઇન ઈશ્વરની આધ્યાત્મિકતા અને પ્રકૃતિની કૃતિમાંથી પ્રેરિત હતી. તેમણે કહ્યું કે, “ભગવાનની કૃતિને જુઓએમનાથી મોટો ડિઝાઇનર દુનિયામાં બીજો કોઈ નથી.” તમે કોઈ વૃક્ષ નીચે બેસો અને તેની પાંદડીઓને જુઓતો તમને ખબર પડશે કે ભગવાને કેટલી સુંદરતાથી અને બારીકીથી તેની રચના કરી છે.

ફૂલોમાં અનેક રંગોનું એવું સમિશ્રણ છેજે કયાંય અન્યત્ર શક્ય નથી. આ વૃક્ષો-ફૂલો ફક્ત સૌંદર્ય જ નહીંપણ પર્યાવરણને શુદ્ધ કરવાનું કાર્ય પણ કરે છે. સમુદ્રનદીઓપહાડોવનસ્પતિ અને પક્ષીઓમાં જે અનન્ય ડિઝાઇન છેતે આપણને શીખવે છે કેઆપણે આપણી સર્જનાત્મકતાને પ્રકૃતિ સાથે કેવી રીતે જોડવાની જરૂર છે.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કેમનુષ્યની સ્વાભાવિક પ્રવૃત્તિ નવીનતાને પસંદ કરવાની છે. આપણે એક જ પ્રકારનાં વસ્ત્રો કે ખોરાકથી કંટાળી જઈએ છીએતેથી બદલાવની ઇચ્છા સ્વાભાવિક છે. ભારતીય ડિઝાઇન સંસ્થાન માનવ જીવનની આ જરૂરિયાતને સમજતાએવી ડિઝાઇન તૈયાર કરે જે લોકોના જીવનમાં નવીનતા અને ઉત્સાહ ભરી શકે. આજે દુનિયા નવી ટેકનોલૉજી અને નવીનતા સાથે આગળ વધી રહી છે. આવી સ્થિતિમાં આ સંસ્થાન સમાજને નવો દૃષ્ટિકોણ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

અંતમાંતેમણે કહ્યું કે આ દીક્ષાંત સમારોહ ફક્ત ડિગ્રી મેળવવાનો અવસર જ નથીપરંતુ જીવનના નવા અધ્યાયની શરૂઆત પણ છે. પ્રાચીન ભારતમાં દીક્ષાંત સમારોહમાં ગુરુ દ્વારા તેમના શિષ્યોને અંતિમ ઉપદેશ આપવામાં આવતો હતો કેશિષ્ય પોતાની વિદ્યાનો ઉપયોગ સમાજ અને રાષ્ટ્રના કલ્યાણ માટે કરશે.

શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે જીવનમાં ત્રણ વસ્તુઓ સૌથી કીમતી છે – વિદ્યાધન અને શારીરિક બળ. સારા લોકો પાસે આ ત્રણે હોય તો તેઓ તેનો ઉપયોગ સમાજની સેવા માટે કરે છેપરંતુ જો આ દુર્બુદ્ધિ ધરાવનાર લોકો પાસે જાયતો તેનો દુરુપયોગ થાય છે. વિદ્યા વાદ-વિવાદ માટેધન વૈભવ માટે અને બળ અન્ય લોકોને પીડા આપવા માટે ઉપયોગ થાય છે. તેમણે કહ્યું કેવિદ્યાનો ઉપયોગ સમાજના કલ્યાણ માટે કરોધનનો ઉપયોગ જરૂરિયાતમંદોને મદદ કરવા માટે કરોઅને બળનો ઉપયોગ નબળાંઓની રક્ષા માટે કરો. આ જ સચી શિક્ષા અને વિદ્યાનો હેતુ છે.

તમામ નવ-દીક્ષિત સ્નાતકોના ઉજ્જ્વળ ભવિષ્ય માટે મંગલકામનાઓ કરતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ વિદ્યાર્થીઓને તેમનાં જ્ઞાન અને કુશળતા રાષ્ટ્રના નિર્માણમાં વાપરવા મહત્ત્વપૂર્ણ યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.

: મુખ્યમંત્રીશ્રી :

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે NIDના યુવા ડિઝાઇનરોને વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવા પ્રોત્સાહિત કરતાં જણાવ્યું હતું કેવિશ્વને સ્માર્ટ અને સ્કિલ્ડ મેનપાવર સોલ્યુશન્સ ભારતે આપવાના છે. આપણે સૌએ સાથે મળીને ભારતને વિશ્વમાં માનવશક્તિનું સૌથી મોટું પાવર સેન્ટર બનાવવાનું છે. શીખવાની અને આગળ વધવાની પ્રક્રિયા સતત ચાલતી રહેવી જોઈએતેમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કેપ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતના ચાર સ્તંભોમાં યુવા શક્તિને વિશેષ મહત્ત્વ આપ્યું છે. ભારતના યુવાનોની સ્કિલવિલ અને ઝીલ પર વડાપ્રધાનશ્રીને પૂરો ભરોસો છે. આ જ ભરોસાના દમ પર તેમણે દેશના યુવાનોઇનોવેટર્સ અને ડિઝાઇનર્સને ‘ડિઝાઇન ઇન ઇન્ડિયાડિઝાઇન ફોર ધ વર્લ્ડ’નો મંત્ર આપ્યો છે. આ માત્ર એક સૂત્ર નથીપરંતુ દેશમાં એક નવી અર્થવ્યવસ્થાના નિર્માણનો માર્ગ પણ છે.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં કહ્યું કેઆજના યુગમાં ક્લાઇમેટ ચેન્જથી લઈને વેસ્ટ મેનેજમેન્ટ સુધીના વ્યાપક પડકારોનો સામનો કરવામાં પણ ડિઝાઇનિંગ ક્ષેત્ર ઇનોવેટિવ આઇડિયાઝ સાથે મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. દુનિયા ઝીરો ડિફેક્ટઝીરો ઇફેક્ટ ડિઝાઇન્સનું સ્વાગત કરી રહી છે.

તેમણે ઉમેર્યું કે હેન્ડલૂમહેન્ડિક્રાફ્ટઆર્ટ-આર્કિટેક્ચર સહિત આપણી પાસે ડિઝાઇનિંગની પણ ભવ્ય કલા-વિરાસત છે. ડિઝાઇનિંગની આપણી આ વિરાસતને આધુનિક સમય સાથે જોડીને પુનઃ વિકસિત કરવાની એક મોટી તક આપ સૌની પાસે છે.

મુખ્યમંત્રીશ્રીએ આધુનિક અને ઐતિહાસિક એવા અમદાવાદ મહાનગરની વિશેષતાઓ અને રચનાત્મક અભિગમનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે અમદાવાદ શહેરમાં ભણીને દેશના વિદ્યાર્થીઓ ‘લોકલ ફોર વોકલ’ના સૂત્રને સાર્થક કરશે એવો મારો દૃઢ વિશ્વાસ છે. આ સમય સ્કિલિંગઅપસ્કિલિંગ અને રિ-સ્કિલિંગનો છેઆપણે તેને અનુસરવું જોઈએ.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે આજના સમયમાં માંગ અને નોકરીની પેટર્ન બદલાઈ રહી છેત્યારે આપણે આપણી કુશળતાને પણ અપગ્રેડ કરવી પડશે. વડાપ્રધાનશ્રીનું સ્પષ્ટ માનવું છે કે ઉદ્યોગસંશોધન અને કૌશલ્ય વિકાસ સંસ્થાઓ માટે સમય સાથે સુસંગત રહેવું અને બદલાતા વૈશ્વિક પ્રવાહોને સમજવું અત્યંત આવશ્યક છે.

મુખ્યમંત્રીશ્રીએ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન સંસ્થાના રાષ્ટ્રનિર્માણમાં યોગદાન સંદર્ભે કહ્યું કે એન.આઈ.ડી.એ પાંચ દાયકાઓથી અનેક પ્રતિષ્ઠિત ડિઝાઇનર્સની રાષ્ટ્રને ભેટ આપીને રાષ્ટ્રનાં વિવિધ ક્ષેત્રોની પ્રગતિ અને વિકાસમાં પ્રત્યક્ષ અને પરોક્ષ યોગદાન આપતું રહ્યું છે.

: કેન્દ્રીય મંત્રીશ્રી પીયૂષ ગોયલ :

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી પિયુષ ગોયલે સૌ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવતા જણાવ્યું કેઆપ સૌ અહીંથી પોતાના જીવનના શિલ્પકાર તરીકે નીકળી રહ્યા છો તે આનંદની વાત છે. આપની મહેનત અને કામથી આગામી સમયમાં આ સંસ્થાપરિવાર અને દેશનું નામ ઉજ્જવળ કરશો એવો વિશ્વાસ મંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો. NID દ્વારા આયોજિત એક્ઝિબિશનની મંત્રીશ્રીએ પ્રશંસા કરી હતી.

મંત્રીશ્રીએ ડિઝાઇન ક્ષેત્રે વાત કરતા કહ્યું કેઆપણા ઇતિહાસ અને આધ્યાત્મિક તરફ જોશો તો ડિઝાઇનની મહત્વતા અને તેના સંદેશ વિશેનો ખ્યાલ આવશે. દેશના અનેક પ્રાચીન અને પૌરાણિક મંદિરો તથા શિલ્પ-સ્થાપત્યો નિહાળશોતો તેમાં ડિઝાઇન મુખ્યસ્થાને હશે તેવું મંત્રીશ્રીએ કહ્યું હતું. તેમણે ડિઝાઇનના પ્રભાવ વિશે જણાવતા કહ્યું કે ડિઝાઇન એ એથલેટિક્સ નહીં પરંતુ ઈનોવેશન છે.

 

મંત્રીશ્રીએ વધુમાં કહ્યું કેઆજે સ્પેસથી લઈ સેમિકન્ડકટર ક્ષેત્રે થયેલ ડિઝાઇનની વિશેષતાથી આપણે સૌ વાકેફ છીએ. તેમણે સ્પેસ મિશનમાં થયેલ કામગીરી વર્ણવી હતી જે દેશ-વિદેશમાં વખાણાઈ હતી. મંત્રીશ્રીએ ગૌરવપૂર્વક જણાવ્યું કેઆજે દુનિયાને ટક્કર આપવાની તાકાત ભારત દેશમાં છે. મંત્રીશ્રીએ ઉપસ્થિત વિદ્યાર્થીઓના કાબેલિયત પર વિશ્વાસપૂર્વક જણાવ્યું કેઆપ સૌ સફળતાની નવી ઉંચાઈઓ પર પહોંચશો.

: કેન્દ્રીય મંત્રીશ્રી જીતિનપ્રસાદ :

 

કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી જીતીન પ્રસાદ એ સ્વાગત પ્રવચન કરતા કહ્યું કેનેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ડિઝાઇન એ રાષ્ટ્રીય મહત્વ ધરાવતું સંસ્થાન છે. એન.આઇ.ડી વર્તમાન વૈશ્વિક સમસ્યાઓના સમાધાન માટે સફળ પ્રયાસો કરી રહ્યું છે. એન.આઇ.ડી એ ભારતની સંસ્કૃતિ ડિઝાઇનની વિરાસતમિનિમમ કાર્બન ફૂટપ્રિન્ટ અને સિમ્પલ લિવિંગના સિદ્ધાંતોને વધુ વ્યાપ આપ્યો છેવિશ્વ સમક્ષ ઉજાગર કર્યા છે.

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇનના ડાયરેકટર શ્રી અશોક મોંડલે આજે પદવી મેળવનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કેનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇને હંમેશા વિવિધ ક્ષેત્રોમાં મહત્વના સમાધાનો પૂરા પાડીને રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન આપ્યું છે.

ડિઝાઇન ઈન ઈન્ડિયાડિઝાઇન ફોર ધ વર્લ્ડની થીમ સાથે યોજાઈ રહેલો આજનો પદવીદાન સમારોહ નેશન બિલ્ડિંગ અને નેશન ડેવલપમેન્ટ ક્ષેત્રે સંસ્થાના યોગદાનને ઉજાગર કરે છે. સાથે જતેમણે પદવીદાન સમારોહની વિગતો આપતા સંસ્થાના ભવ્ય ઇતિહાસવારસો અને મૂલ્યોને પણ વર્ણવ્યા હતા.

રાષ્ટ્રપતિશ્રી સહિતના મહાનુભાવોએ સંસ્થાના કેમ્પસમાં પ્રદર્શનની મુલાકાત લીધી હતી. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈનના ૪૪મા પદવીદાન સમારોહમાં કુલ ૪૩૦ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. ૧૦૨ સ્નાતક વિદ્યાર્થીઓને૩૨૩ અનુસ્નાતક વિદ્યાર્થીઓને અને ૫ સ્કોલર્સને પી.એચડીની પદવી એનાયત કરવામાં આવી હતી.

પદવીદાન સમારોહમાં ડિઝાઇનલીડરશીપ અને કોમ્યુનિટી એંગેજમેન્ટ ક્ષેત્રે ઉત્કૃષ્ટતા બદલ સંસ્થાના વિદ્યાર્થીઓના  પ્રોજેક્ટ્સને શાંતા કેશવન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

સમારોહમાં ડિઝાઇન ક્ષેત્રે તેમના વિશિષ્ટ યોગદાન અને સિદ્ધિઓ બદલ એનઆઈડીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને  પ્રાઇડ ઓફ એનઆઈડી‘ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે રાજ્યના મુખ્યસચિવ શ્રી પંકજ જોષીડીજીપી શ્રી વિકાસ સહાયઅમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભા જૈનસાંસદ શ્રી દિનેશ મકવાણાજિલ્લા કલેકટર શ્રી સુજીત કુમારડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ તથા NID સંસ્થાના ડીનપ્રાધ્યાપકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.