નિકોલ સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે રાજયકક્ષાની સોફટ ટેનિસ સ્પર્ધા યોજાઈ

અં-17 અને ઓપન એજ વયજૂથમાં ભાઈઓ-બહેનોની સિંગલ્સ અને ડબલ્સની સોફટ ટેનિસ સ્પર્ધાઓ યોજાઈ
ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત અમદાવાદના નિકોલ સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે રાજયકક્ષાની સોફટ ટેનિસ સ્પર્ધા યોજાઈ હતી.
અં-17 અને ઓપન એજ વયજૂથમાં યોજાયેલી ભાઈઓ-બહેનોની સોફટ ટેનિસ સ્પર્ધાઓમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી ખેલાડીઓએ ભાગ લીધો હતો.
સ્પર્ધાના પરિણામોમાં અં-17 વયજૂથ ભાઈઓની સ્પર્ધામાં સિંગલ્સમાં શ્રી જૈનિન વેગડાએ ગોલ્ડ મેડલ, શ્રી હેમ મહેતાએ સિલ્વર મેડલ અને શ્રી જશ દરજીએ બ્રોન્ઝ મેડલ તથા ભાઈઓની ડબલ્સની સ્પર્ધામાં શ્રી હેમ મહેતા અને શ્રી જશ દરજીએ ગોલ્ડ મેડલ, શ્રી નિવાન શાહ અને શ્રી કશ્યપ પટેલે સિલ્વર મેડલ તથા શ્રી વિવાન મોદ અને શ્રી કયાન ગજ્જરે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.
અં-17 વયજૂથમાં બહેનોની સ્પર્ધામાં સિંગલ્સમાં કુ. મહેક ચિત્રોડાએ ગોલ્ડ મેડલ, કુ. ધ્વની નાગમટેએ સિલ્વર મેડલ અને કુ. ખનક પટેલે બ્રોન્ઝ મેડલ તથા બહેનોની ડબલ્સની સ્પર્ધામાં કુ. મહેક ચિત્રોડા અને કુ. આચંલ ઝાએ ગોલ્ડ મેડલ, કુ. જેવિકા શાહ અને કુ. ખનક પટેલે સિલ્વર મેડલ તથા કુ. નંદની પટેલ અને કુ. અદિતી શર્માએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.
ઓપન એજ વયજૂથ ભાઈઓની સ્પર્ધામાં સિંગલ્સમાં શ્રી રાજવિર આમલીયારએ ગોલ્ડ મેડલ, શ્રી અજય સોઢાતરએ સિલ્વર મેડલ અને શ્રી અનિકેત પટેલએ બ્રોન્ઝ મેડલ તથા ભાઈઓની ડબલ્સની સ્પર્ધામાં શ્રી રાજવિર આમલીયાર અને શ્રી અજય સોઢાતરએ ગોલ્ડ મેડલ, શ્રી હંસલ શાહ અને શ્રી ર્હાદિક વાઘેલાએ સિલ્વર મેડલ અને શ્રી મીંલીદ પટેલ અને શ્રી કશ્યપ ઠક્કરએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.
ઓપન એજ વયજૂથ બહેનોઓની સ્પર્ધામાં સિંગલ્સમાં કુ. નિષ્ઠા ત્રિવેદીએ ગોલ્ડ મેડલ, કુ. ધ્વની ગઢવીએ સિલ્વર મેડલ અને કુ. વૃષ્ટિ પટેલે બ્રોન્ઝ મેડલ તથા બહેનોની ડબલ્સની સ્પર્ધામાં કુ. પૂનર્વા શાહ અને કુ. નિષ્ઠા ત્રિવેદીએ ગોલ્ડ મેડલ, કુ. યેશા ઉમલીયાર અને કુ. પંક્તિ ગજ્જરે સિલ્વર મેડલ તથા કુ. ધ્વની ગઢવી અને કુ. ધ્રુવી ગઢવીએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.
સ્પર્ધાના વિજેતા થયેલા ખેલાડીઓને રાજય સરકાર દ્વારા મેડલ અને ટ્રેક શુટ આપી ખેલાડીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.