નિકોલમાં નજીવી બાબતે વકીલના પિતાને મોતને ઘાટ ઉતાર્યા
તું વકીલ છે ને તો હું પણ યુપીનો ભાઈ છું કહી ૯ શખ્સોએ હુમલો કર્યો હતો
અમદાવાદ, નિકોલ વિસ્તારમાં વાહના પા‹કગ બાબતે થયેલી માથાકૂટની અદાવત રાખી કેટલાક લોકોએ ભેગા મળીને હાઈકોર્ટના વકીલ અને તેના પિતો માર મારતાં પિતાનું સારવાર દરમિયાન મોત નિપજગું હોવા ઘટના બની છે. નિકોલ પોલીસે પાંચેક લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
નિકોલ વિસ્તારમાં આવેલા પોલારીસ આનંદ ફલેટમાં રહેતા ૩૬ વર્ષીય હિરેન પ્રભાતભાઈ કંડોરા ગુજરાત હાઈકોર્ટમાં વકીલાત કરે છે. થોડા દિવસ અગાઉ તેમે ફલેટના અન્ય રહીશો સાથે કાર પા‹કગ બાબતે માથાકૂટ થઈ હતી. આ વાતની અદાવત રાખીને રવિવારે રાત્રે તેમના પડોશી વિક્કી તિવારીએ ફોન કરીને ધમકી આપી કે તું વકીલ છે તો હું પણ યુપીનો ભાઈ છું
તારા જેવા કેટલાય વકીલો મારી આગળ પાછળ ફરે છે. આમ કહીને નીચે આવી જવા પડકાર ફેંકયો હતો. આથી હિરેનભાઈ ફલેટના પા‹કગમાં પહોંચ્યા ત્યારે વિક્કી અને અન્ય નવેક લોકો તેમને મારવા દોડયા હતા. વિક્કીના હાથમાં લોખંડનો દસ્તા જેવું હથિયાર હતું. આથી હિરેનભાઈએ વિક્કીનો હાથ પકડી લીધો હતો. પા‹કગમાં બૂમાબૂમ થતાં હિરેનભાઈના પિતા પ્રભાતભાઈ અને અન્ય સભ્યો પણ ત્યાં દોડી આવ્યા હતા.
ત્યાં સુધીમાં વિક્કી અને અન્ય લોકોએ ભેગા મળીને હિરેનભાઈ તથા પિતાને ઢોર માર માર્યો હતો. એમાં પ્રભાતભાઈ જમીન પર પટકાતા તેઓ બેભાન થઈ જતાં તેમને તાબડતોબ હોસ્પિટલ લઈ જવા કારમાં બેસાડી રહ્યા હતા ત્યારે પણ હિરેનભાઈને માર મારવાનું ચાલુ રાખ્યું હતું. જો કે, અન્ય પાડોશીઓ ત્યાં આવી જતાં બધાને છૂટા પાડયા હતા.
જો કે, સારવાર દરમિયાન હિરેનભાઈના પિતા પ્રભાતભાઈનું મૃત્યુ થયું હતું. આ મામલે નિકોલ પોલીસ વિક્કી તિવારી, પિયુષ તિવારી, મોન્ટુ શુકલા, રાજન તિવારી, બ્રિજેશ તિવારી સહિત ચારથી પાંચ અજાણ્યા શખ્સો વિરૂદ્ધ પોલીસે હાલ મારામારી કરીને ગંભીર ઈજા પહોંચાડવાનો ગુનો નોંધીને મૃતકના દિકરાનું નિવેદન નોંધ્યા બાદ આ મામલે પોલીસ હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરશે.