Western Times News

Gujarati News

11 કરોડના ખર્ચે નિકાલની આ સોસાયટીમાં સ્ટ્રોમ વોટર લાઈન નંખાશે

File Photo

મધુમાલતીથી કઠવાડા તળાવ સુધી લાઈન નાંખવા રૂ.૧૧ કરોડનો ખર્ચ થશેઃ દેવાંગ દાણી

નિકોલની આ સોસાયટીમાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યાના ઉકેલ માટે સ્ટ્રોમ વોટર નાંખવામાં આવશે

(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરના નિકોલ વિસ્તારમાં આવેલ મધુમાલતી સોસાયટીમાં ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાવવાની સમસ્યા ઘણા વર્ષોથી જોવા મળી છે. ર૦૧૭માં તત્કાલિન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ બોટમાં બેસી મધુમાલતી નાગરિકોની સ્થિતિનો તાગ મેળવ્યો હતો. ર૦ર૪માં પણ આવી જ પરિસ્થિતિ જોવા મળી હતી

જેના કારણે સ્ટેન્ડિગ કમિટી અને વોટર સપ્લાય કમિટી દ્વારા આ મામલે ઝડપથી નિર્ણય કરવામાં આવ્યો અને મધુમાલતીના રહીશોને વરસાદી પાણી ભરાવવાની સમસ્યાથી રાહત મળે તે માટે રૂ.૧૧ કરોડના ખર્ચથી સ્ટ્રોમ વોટર લાઈન નાંખવા નિર્ણય કરવામાં આવ્યો છે જેને વોટર સપ્લાય કમિટી દ્વારા મંજુરી પણ આપવામાં આવી છે.

મ્યુનિસિપલ સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી અને વોટર સપ્લાય કમિટી ચેરમેન દીલીપ ભાઈ બગરિયા ના જણાવ્યા મુજબ પુર્વ વિસ્તારના નિકોલ તેમજ નિકોલમાં સમાવેશ થયેલ કઠવાડાના વિસ્તારો (એસ.પી.રીંગ રોડ ની બહાર નો વિસ્તાર)માં અવારનવાર ડ્રેનેજ ઓવરફલો અંગેની તેમજ મધુમાલતી આવાસ યોજનામાં ચોમસાની સીઝન દરમિયાન ડ્રેનેજ બેંકીંગની ફરીયાદ કરવામાં આવે છે.

આ સમસ્યાનુ નિરાકરણ લાવી શકાય તે હેતુથી પુર્વ ઝોન વિસ્તારમાં નિકોલ તથા નિકોલમાં સમાવેશ થયેલ કઠવાડાના વિસ્તારો (એસ.પી.રીંગ રોડ ની બહાર નો વિસ્તાર)માં તેમજ મધુમાલતી વિસ્તારમાં વરસાદી પાણી ભરાવવાના પ્રશ્નનું નિરાકરણ લાવી શકાય તેમાટે જરૂરિયાત મુજબનું સ્ટ્રોમ વોટર નેટવર્ક નાખવા નિર્ણય કરવામાં આવ્યો છે.

આ કામગીરીમાં દયાવાન લેક પાસે ૩ વર્ષના ઓપરેશન મેઈન્ટેનન્સ સહીતનું સ્ટ્રોમ વોટર પંપીગ સ્ટેશન બનાવી રાઇઝીંગ લાઈન નાખી નવી ગ્રેવીટી લાઈન મારફતે હયાત ૧૨૦૦ એમએમ સ્ટ્રોમ વોટર લાઈન મારફતે વરસાદી પાણી ડીસ્પોઝલ કરવામાં આવશે.જેનાથી સદર એરીયામાં ચોમાસાની સીઝન દરમિયાન વરસાદી પાણી ભરાવવાની સમસ્યાનું નિરાકરણ લાવી શકાશે.

જેમાં પંપીગ સ્ટેશન ની સિવિલવર્કની તેમજ ઈલકેટ્રો-મીકેનીકલ ની કામગીરી તથા આનુષંગિક કામગીરી જેનો આશરે ખર્ચ રૂ.૬.૭૨ કરોડ તેમજ ૧૦૦૦ મી.મી. ડાયાની એમ.એસ.રાઇઝીંગ લાઈન નાંખવાની કામગીરી તથા આનુષંગિક કામગીરી જેનો આશરે ખર્ચ રૂ.૩.૯૮ કરોડ મળી કુલ ખર્ચ રૂ. ૧૧,૯૨, ૭૨, ૮૫૪.૦૦ કરોડનો થાય તેમ છે.

પુર્વઝોનના નિકોલ, ઓઢવ, વસ્ત્રાલ, રામોલ હાથીજણ વોર્ડના જુદા જુદા વિસ્તારોમાં ડ્રેનેજ ઓવરફલોની ફરીયાદો વારંવાર આવે છે, જે તે સમયે ઔડા દ્વારા ૨૦૦૪ માં રીંગ રોડ ને સમાતર નાખવામાં આવેલ જુઠા જુદા ડાયાની ૬૦૦ એમએમ ડાયાથી ૧૮૦૦ એમએમ ડાધા સુધી ની મેઈન ટ્રેક લાઈન લાઈનો જુની હોઈ સીલ્ટેડ, પાઈપલાઇન ની કંડીશન ખરાબ હોઈ અવારનવાર લાઈનો પર બ્રેકડાઉનો થાય છે અને લાઈનો ચોકઅપ થાય છે.

જેથી ઔડા દ્વારા નાખવામાં આવેલ પ્રેનેજ મેઇન ટ્રંક લાઈનો ની ડિઝાઈન કરેલ ક્ષમતા થી ઘણી ઓછી ક્ષમતા થી ટ્રેનેજ મેઇન ટૂંક લાઈન સીવેઝ વહન કરે છે. જેનો નિકા ૭૦ એમ.એલ.ડી.,૩૫ એમ.એલ.ડી. તથા ૧૦૦ એમ.એલ.ડી વિંઝીલ એસ.ટી.પી. માં થાય છે. જે મુજબ આગામી વર્ષ ૨૦૨૫,૨૦૪૦,૨૦૫૫ ના પોપલ્યુશને ધ્યાને લેતા તેમજ પુર્વ વિસ્તારોમાં વર્ટીકલ ડેવલોપમેન્ટ ખુબ ઝડપભેર થતો હોવાથી હયાત સઅરેજ લાઈનો ની ડિઝાઈન કરેલ ક્ષમતાથી પણ વધારે સુઅરેજ ફળો આવતો હોઈ

તેમજ હાલમાં હયાત સ્ટ્રોમ વોટર લાઈનો તેમજ ડ્રેનેજ લાઈનનું નેટવર્ક ન હોઈ સદર વિસ્તારોમાં ભવિષ્ય ની અસર ધ્યાને લઈ રો સુએજ વોટરનો નિકાલ તથા વરસાદી પાણી ના નિકાલ માટે તેમજ પુર્વ વિસ્તારમાં આવેલ મેઇન ટૂંક લાઇનની સુએઝ વહન કેપેસીટી ખુબ જ ઓછી હોવાના લીધે નવી ટ્રેનેજ ટૂંક મેઇન લાઈન જીહઙ્ઘૈહખ્ત હાલમાં સ્થળ પર ચાલુ કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.