Western Times News

Gujarati News

તમિલનાડુમાં આઠ મહિલા સાથે બળાત્કાર કેસમાં નવ દોષિતને આજીવન જેલ

કોઇમ્બતુર, તમિલનાડુના બહુચર્ચિત પોલ્લાચી બળાત્કારના મામલામાં કોઇમ્બતુરની વિશેષ મહિલા કોર્ટ મંગળવારે મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે આઠ મહિલાઓની સાથે બળાત્કાર, વીડિયો બનાવીને બ્લેકમેઇલ કરીને અને પૈસા વસૂલવાના મામલે ૯ આરોપીને આજીવન જેલની સજા ફટકારી છે.

આ મામલો ૨૦૧૯માં સામે આવ્યો હતો, ત્યારે દેશમાં ગુસ્સો ફેલાયો હતો. આ ઘટનામાં પીડિત મહિલાઓનું સતત બે વર્ષ સુધી જાતીય શોષણ કરવામાં આવ્યું હતું અને ક્‰રતાની સાથે બ્લેકમેઇલ કરીને વીડિયો પણ બનાવ્યા હતા.

કોર્ટે પીડિત મહિલાઓને કુલ રૂપિયા ૮૫ લાખનું વળતર આપવાનો આદેશ આપ્યો છે. ૯ દોષિતોએ ૨૦૧૬થી ૨૦૧૮ સુધી કેટલીયે મહિલાઓનું જાતીય શોષણ કર્યું હતું. પીડિતોમાં કોલેજની વિદ્યાર્થિનીઓ ઉપરાંત વિવાહિત મહિલાઓ પણ હતી.

દોષિતોએ જાતીય શોષણના વીડિયો પણ બનાવ્યા હતા. તેના દ્વારા બ્લેકમેઇલ કરીને મહિલાઓ સાથે કેટલીય વાર બળાત્કાર કર્યાે હતો અને પૈસા પણ વસૂલ્યા હતા.

આરોપીઓએ ૫૦થી વધુ મહિલાઓનું જાતીય શોષણ કર્યાની શંકા છે, પરંતુ તેમાંથી ફક્ત આઠ મહિલાઓએ સાક્ષી બનીને આગળ આવી હતી. દોષિતોમાં સબરીરાજન ઉર્ફે રિશવંત(૩૨ વર્ષ) સહિતના આરોપીઓ સામેલ છે.

આ મામલો ૨૪મી ફેબ્›આરી ૨૦૧૯ના રોજ પહેલીવાર સામે આવ્યો હતો, જયારે ૧૯ વર્ષીય એક વિદ્યાર્થિનીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ પીડિતા અનુસાર ૧૨મી ફેબ્›આરીએ પોલ્લાચીની પાસે ચાલતી કારમાં ચાર લોકોએ તેની સાથે બળાત્કાર કર્યાે હતો અને તેનો વીડિયો બનાવીને સોનાની ચેઈન પણ લૂંટી લીધી હતી તેની ફરિયાદ પછી તમામ યુવકોની ધરપકડ કરાઈ હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.