Western Times News

Gujarati News

એક વર્ષમાં અક્ષય કુમારની નવ ફિલ્મ રિલીઝ થશે

મુંબઈ, અક્ષય કુમારની છેલ્લી હિટ ફિલ્મ ‘સૂર્યવંશી’ હતી. તે પછી અક્ષયની કોઈ ફિલ્મ બોક્સઓફિસ પર ચાલી નથી, પરંતુ ફિલ્મ મેકર્સનો અક્ષય કુમાર પરનો ભરોસો અકબંધ રહ્યો છે. અક્ષય કુમારે ૯ સપ્ટેમ્બરે ૫૭મો જન્મદિવસ ઉજવ્યો હતો.

આ પ્રસંગે અક્ષયે નવી ફિલ્મ એનાઉન્સ કરી હતી, જે મુજબ પ્રિયદર્શનની હોરર કોમેડી ‘ભૂત બંગલા’માં અક્ષય કુમાર જોવા મળશે. અગાઉથી અક્ષય કુમારની ૮ ફિલ્મ પર કામ ચાલી રહ્યું છે. હાલ અક્ષયની નવ ફિલ્મ પાઈપલાઈનમાં છે અને આ ત્રણેય ફિલ્મ એક વર્ષમાં રિલીઝ થવાની છે.

અક્ષય કુમારની હાથ પરની ફિલ્મો અલગ-અલગ જોનરની છે. તેમાં ડ્રામા, રોમાન્સ, દેશભક્તિ જેવા વૈવિધ્યસભર વિષયો હતો. ઓડિયન્સને હવે હોરર કોમેડી પસંદ આવી રહી છે અને આ જોનર પણ હવે અક્ષયની ફિલ્મોમાં ઉમેરાઈ છે.

આ ફિલ્મ સાથે અક્ષય કુમાર અને પ્રિયદર્શન ૧૪ વર્ષ બાદ સાથે કામ કરશે. દેશભક્તિનો વિષય ધરાવતી ‘સ્કાય ફોર્સ’ ૧૯૬૫ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પર આધારિત છે. ભારતે સરગોધા ખાતે આવેલા પાકિસ્તાની એરબેઝ પર વળતો હુમલો કર્યો હતો અને યુદ્ધની દિશા બદલી હતી.

આ હુમલાને દેશની પહેલી સફળ અને સૌથી વધુ ઘાતક એરસ્ટ્રાઈક માનવામાં આવે છે. તેમાં અક્ષયની સાથે નિમરત કૌર, સારા અલી ખાન અને વીર પહારિયા મહત્ત્વના રોલમાં છે. આ ફિલ્મનું શૂટિંગ એપ્રિલમાં શરૂ થયું હતું અને તેને ૯ ઓક્ટોબર, ૨૦૨૪માં રિલીઝ કરવાનું આયોજન છે.

રોહિત શેટ્ટીની મલ્ટિસ્ટાર ફિલ્મ સિંઘમ અગેઈનમાં અક્ષય કુમાર સૂર્યવંશીના રોલમાં જોવા મળશે. તેની રિલીઝ ડેટ હજુ જાહેર થઈ નથી, પરંતુ આ ફિલ્મ માટે ઘણી ઉત્સુકતા છે. તેલુગુ સ્ટાર વિષ્ણુ માંચુની બિગ બજેટ ‘કનપ્પા’માં અક્ષય કુમાર ભગવાન શિવના રોલમાં જોવા મળશે.

તેલુગુ દંતકથાના પરમ શિવભક્ત કનપ્પાના જીવન આધારિત આ ફિલ્મ ડિસેમ્બર, ૨૦૨૪માં જાહેર થઈ શકે છે. ‘જોલી એલએલબી ૩’માં અક્ષય કુમાર ફરી એક વાર એડવોકેટ જગદીશ્વર ઉર્ફે જોલી મિશ્રાના રોલમાં જોવા મળશે.

‘જોલી એલએલબી’માં જોલી ત્યાગી બનેલા અરશદ વારસીનો પણ મહત્ત્વનો રોલ છે. અક્ષયની ઓનસ્ક્રિન પાર્ટનર તરીકે હુમા કુરેશી અને અરશદની જોડીદાર તરીકે અમૃતા રાવ જોવા મળશે. આ ફિલ્મ એપ્રિલ, ૨૦૨૫માં રિલીઝ થશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.