લખનઉમાં ટ્રેક્ટર ટ્રોલી પલટી જતાં 9નાં મોત
લખનૌ, (IANS) લખનૌમાં સોમવારે સવારે લગભગ 46 વ્યક્તિઓ સાથે એક ટ્રેક્ટર ટ્રોલી ઇટૌંજા પોલીસ સર્કલ હેઠળ તળાવમાં પલટી જતાં 9ના મોત થયા હતા અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા.
તમામ મુસાફરો નવરાત્રિના પ્રથમ દિવસે બક્ષી કા તાલાબ વિસ્તારમાં ચંદ્રિકા દેવી મંદિરમાં પૂજા કરવા જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો.બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી અને નવ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે જ્યારે ડાઇવર્સ વધુની શોધ કરી રહ્યા છે.
પોલીસના જણાવ્યા અનુસાર ટ્રેક્ટર ટ્રોલીમાં કુલ 46 લોકો સવાર હતા, જેમાં 9 લોકોના અકસ્માતમાં મોત થયા હતા. 12થી વધુ ઘાયલોને ઈટાંજાના સામુદાયિક આરોગ્ય કેન્દ્ર (CHC)માં દાખલ કરવામાં આવ્યા છે.
ટ્રેક્ટર ટ્રોલી પર સવાર મુસાફરો મોહનાથી ચંદ્રિકા દેવીના દર્શન કરવા જઈ રહ્યા હતા. બચાવ કામગીરી ચાલી રહી છે જ્યારે ઘણા લોકોને બચાવીને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.ટ્રોલી નીચે કેટલાય મુસાફરો દટાયા હોવાની આશંકા છે.