દેવભૂમી દ્વારકાના ATMમાંથી નવ લાખની ચોરી કરનારા ઝડપાયા
(એજન્સી)દ્વારકા, શહેરના ભદ્રાકાલી જેવા સારા વિસ્તારમાં બેન્ક ઓફ બરોડાના એટીએમને તોડી રૂપિયા ૯ લાખની ચોરીને અંજામ આપી ચોરોએ પોલીસને પડકાર ફેંક્યો હોઈ તેવો ઘાટ સર્જાયો હતો.
બીઓબીના એટીએમને તોડી રૂપિયા ૯ લાખ જેવી માતબર રકમની ચોરીને અંજામ આપનાર ચોરોએ પોલીસને વિચારતી કરી મુકી હતી. બેન્કની ફરિયાદના આધારે દ્વારકા પોલીસે સીસીટીવીની મદદથી ગણતરીના કલાકોમાં બે યુવા આરોપીઓને દબોચી લઇ પૂછતાછના અંતે આરોપીઓએ ચોરીને અંજામ આપ્યાનું કબુલ્યું હતું.
દ્વારકા શહેરમાં ATM તોડી ચોરીને અંજામ અપાતા પોલીસ પણ વિચારતી થઇ હતી. ચોર કયા નવા ચોર આવ્યા કે શહેરમાં હાર્દ સમા વિસ્તારમાં ચોરીને અંજામ આપી દીધો. આ ચોર કોઈ બહારના રાજ્યના કે જિલ્લાના નહોતા પરંતુ દ્વારકા તાલુકાના જ હતા.
આરોપી પાર્થ હિંમતભાઈ ભાયાણી તેમજ પારિતોષ જગદીશભાઈ ખરાએ કી અને પાસવર્ડનો ઉપયોગ કરી નવ લાખની ચોરીને અંજામ આપ્યો હતો. આરોપી પાર્થ ભાયાણી સિક્યોરવેલ્યુ કંપનીમાં કામ કરતો હતો. જેની પાસે ચાવી રહેલી હોઈ તેને પારીતોષ જગદીશ ખરા નામના મિત્ર સાથે મળી આ ચોરીને અંજામ આપ્યો હતો.
દ્વારકા પોલીસ તેમજ LCB સહિતની ટિમોએ આ તપાસ CCTVની મદદથી ગણતરીની કલાકોમાં આરોપી સુધી પહોંચી ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો. અને આરોપીઓને આગવી ઢબે પૂછતાછમાં બંને આરોપીઓએ ચોરીને અંજામ આપ્યાનું કબુલી લીધુ હતુ અને મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો.