આગની જવાળાઓ વચ્ચે નવ પરણિત યુગલે કર્યો ડાન્સ

નવી દિલ્હી, વર અને વધુ માટે તેમના લગ્ન ખાસ હોય છે અને તેમની કોશિશ હોય છે કે આ દિવસ તેમના માટે તો ખરો જ પરંતુ તેમના લગ્નમાં આવનાર મહેમાનો માટે પણ ખાસ બને.
આ માટેની તૈયારીઓ પણ પહેલીથી થવા લાગે છે, જેથી છેલ્લી ઘડીએ કોઈ ગડબડ ન થાય. આવા જ એક નવ પરણિત કપલનો વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે લગ્ન દરમિયાન એક સ્ટન્ટ પરફોર્મ કરતા દેખાઈ રહ્યાં છે. સોશિયલ મીડિયા પર લગ્ન સમારંભ સાથે જાેડયેલા તમામ વીડિયો રોજ વાયરલ થતા રહે છે. લગ્ન વર અને વધૂ પોતાને થોડા અલગ દેખાડવા માટે કઈંક અલગ કરે છે.
હાલ આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં વર અને વધૂ આગની વચ્ચે ડાન્સ કરતા દેખાઈ રહ્યાં છે. તેમના આ ડાન્સને જાેઈને ત્યાં હાજર લોકો અચરજ પામ્યા હતા.
જાેકે વર-વધૂ આ દરમિયાન ખૂબ જ રિલેક્સ જાેવા મળ્યા હતા. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે લગ્ન પછી તરત વર અને વધૂને ડાન્સ કરતા જાેઈ શકો છો. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે કપલ ડાન્સ કરી રહ્યું હોય છે અને ત્યાં જવલનશીલ પદાર્થ નાંખીને ત્યાં આગ લગાડી દેવામાં આવે છે.
બાદમાં આગની જવાળા મોટા પ્રમાણમાં ફેલાય છે અને આ બધાની વચ્ચે કપલ એક-બીજાના હાથમાં હાથ નાંખીને ડાન્સ કરતા દેખાય છે. એમ કહેવાઈ રહ્યું છે કે આ વીડિયો કોઈ અરેબિયન દેશનો છે.
આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર edi_musaku નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને આ સમાચાર જ્યારે લખાઈ રહ્યાં છે, ત્યાં સુધીમાં ૮.૫ મિલિયન એટલે કે ૮૫ લાખથી વધુ લોકો જાેઈ ચુક્યા છે અને ૫૩ હજારથી વધુ લોકોએ લાઈક કર્યું છે અને કમેન્ટ કરીને પ્રતિક્રિયા પણ આપી છે.
તેની પર લોકોએ પોતાની પ્રતિક્રિયા પણ આપી છે. એક યુઝરે લખ્યું આ હંસી-ખુશીના પ્રસંગ પર કોઈ દુર્ઘટના બની શકતી હતી. તો બીજા એક યુઝરે લખ્યું હતું કે આજકાલ લોકો પોતાના લગ્નને સ્પેશિયલ બનાવવા માટે કેટલું-કેટલું કરે છે.SS1MS