Western Times News

Gujarati News

દિલ્હીમાં વાવાઝોડાં અને વરસાદને કારણે નવ લોકોએ ગુમાવ્યાં જીવ

નવી દિલ્હી, દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં બુધવારે રાત્રે હવામાન અચાનક બદલાઈ ગયું છે. ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે જનજીવન પ્રભાવિત થયું હતું.

તેમજ ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે તેમજ વાવાઝોડાને કારણે વૃક્ષો, હો‹ડગ્સ અને બોર્ડ પડી ગયા હોવાથી ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ હતી.

દિલ્હીના સફદરજંગમાં ૭૯ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. ગાઝિયાબાદમાં જોરદાર વાવાઝોડા પછી વરસાદ પડ્યો. જ્યારે ઘણા વિસ્તારોમાં કરા પણ પડ્યા હતા.

બાગપતમાં પણ ભારે વાવાઝોડા અને વરસાદ સાથે કરા પડ્યા. એનસીઆરમાં અડધો ડઝન લોકોનાં મોત થયાં. આ અકસ્માતોમાં દિલ્હીમાં બે, ગાઝિયાબાદમાં ત્રણ અને નોઈડામાં બે લોકોના મોત થયા છે.વાવાઝોડાને કારણે દિલ્હી એરપોર્ટ પર વિમાનોનું લેન્ડીંગ મુશ્કેલ બન્યું. આ સમયગાળા દરમિયાન, ૧૧ ફ્લાઇટ્‌સ જયપુર તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી.

તેમજ ૫૦ ફ્લાઇટ્‌સ મોડી પડી હતી. દિલ્હી ડિવિઝનમાં વાયર તૂટવા અને વૃક્ષો પડવાને કારણે ૧૪ ટ્રેનો પ્રભાવિત થઈ હતી. દિલ્હી-હાવડા સેક્શન પર ૩૦ કિલોમીટરની ઝડપે ટ્રેનો દોડાવવામાં આવી હતી. તોફાનને કારણે દિલ્હી-એનસીઆરમાં ઘણી જગ્યાએ મેટ્રો પણ રોકવી પડી.

દિલ્હીમાં વાવાઝોડા અને ભારે વરસાદના કારણે વીજળીનો થાંભલો પડી જવાથી એક દિવ્યાંગ વ્યક્તિનું મોત થયું છે, વાવાઝોડાના કારણે ઝાડ પડી જતા તેના નીચે દબાઈને ત્રણ વ્યક્તિના મોત થયું છે, વરસાદમાં દીવાલ ધરાશાયી થતા તેની નીચે દબાઈને ત્રણ લોકોના મોત, વરસાદ દરમિયાન વીજળી પડવાથી ગભરાઈને એક મહિલા ગટરમાં પડી જતા મોત, રેલીંગ માથે પડવાથી એક વૃધ્ધાનું મોત નીપજ્યું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.