નિરમા યુનિ.ના વિદ્યાર્થીઓએ ફી મામલે ચીફ જસ્ટિસને પત્ર લખ્યો

અમદાવાદ, નિરમા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પાસેથી પૂરેપૂરી ફી જમા કરાવી દેવા યુનિવર્સિટીના પહેલી જુલાઈના પરિપત્રને રદ કરવા હાઈકોર્ટના ચીફ જસ્ટિસને વિદ્યાર્થીઓએ પત્ર લખ્યો છે. આ પત્રને સુઓમોટો રિટ તરીકે ચલાવીને વિદ્યાર્થીઓ સાથે થતા અન્યાયને રોકવા દાદ માંગી છે.
નિરમાના વિદ્યાર્થીઓએ ચીફ જસ્ટિસને લખેલા પત્રમાં એવી રજૂઆત કરી છે કે, લોકડાઉનમાં અભ્યાસક્રમ માત્ર દોઢ મહિનો જ ચાલ્યો છે. દોઢ મહિનો જ પૂરેપૂરો નથી ચાલ્યો. તેવા સંજાેગોમાં યુનિવર્સિટીમાં ફીમાં રાહત આપવી જરૂરી છે. યુનિવર્સિટીએ એવું બહાનું કાઢ્યું છે કે ઓનલાઈન વર્ગ લેવામાં યુનિવર્સિટીને ખર્ચાે વધી ગયો છે. ફી મામલે સુધારો કરવો હોય તો ડાયરેક્ટરે બોર્ડ ઓફ ગવર્નરની મંજૂરી લેવાની હોય છે. પરંતુ આ અંગેની બેઠક ૨૮ સપ્ટેમ્બરે યોજાઈ ગયા બાદ ૧લી જુલાઈએ ૧લી જુલાઈએ પરિપત્ર બહાર પાડ્યો છે જે ગેરબંધારણીય છે.