Western Times News

Gujarati News

ઔદ્યોગિક ક્ષેત્રમાં 2047 સુધીનો રોડમેપની બ્લુ પ્રિન્ટ આપતા નિર્મલા સિતારામન

‘ફીર એક બાર મોદી સરકાર’ નિશ્ચિત છે : નાણામંત્રીએ સંસદમાં પણ ભાજપના પાટલીઓ પર સૌને ખુશ કરી દીધા

નવી દિલ્હી,  આગામી લોકસભા ચૂંટણી પૂર્વે કેન્દ્રની મોદી સરકારની બીજી ટર્મના આખરી અને વચગાળાના બજેટમાં આજે  નાણામંત્રી નિર્મલા સિતારામને એક તરફ આમ આદમીને ખુશ કરતી અનેક જોગવાઇને જાહેર કરી હતી. તો બીજી તરફ  2047 સુધીમાં દેશને વિકસીત રાષ્ટ્રો બનાવવાના ધ્યેય સાથે ઔદ્યોગિક સહિતના ક્ષેત્રે મહત્વના નીતિગત નિર્ણયોની પણ જાહેરાત કરી હતી.

પોતાનું છઠ્ઠુ બજેટ રજૂ કરતા પૂર્વે આજે નાણામંત્રી નિર્મલા સિતારામનએ સંસદ ભવન ખાતે  નાણામંત્રાલયની કચેરી ખાતે પહોંચીને ફોટોસેશન કર્યુ હતું અને બાદમાં તેઓએ રાષ્ટ્રપતિ ભવન ખાતે હંકારી જઇ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પાસે બજેટ રજૂ કરવા માટે મંજૂરી આપી હતી બાદમાં કેબીનેટ બેઠકમાં બજેટને રજૂ કરાયું હતું અને 11ના ટકોરે લોકસભામાં બજેટ રજૂ કરતા સમયે નાણામંત્રીએ એ સમયની યાદ અપાવી હતી કે જયારે ભારતના  બજેટને મંજૂરી માટે છેક લંડનથી પરવાનગી લેવી પડતી હતી.

જયારે તેનો ઉલ્લેખ કરીને કહ્યું કે હું દેશના સર્વોચ્ચ વડા રાષ્ટ્રપતિ જે આમ આદમીના પ્રતિનિધિ છે તેમની મંજૂરી સાથે આજનું બજેટ રજૂ કરૂ છું. નાણામંત્રી દ્વારા આજે રજૂ થનારા બજેટમાં સૌની નજર આવક વેરામાં કોઇ મોટી રાહત આપે છે કે તેના પર છે.

ખાસ કરીને એન્ટ્રી લેવલના ટેકસ પેયરને જો ફુગાવાના માર્ગથી પીડાઇ રહ્યા છે તેઓને વ્યાજ, આવક તેમજ સ્ટાન્ટર્ડ ડિરેકશનમાં વધારો તથા હાઉસ પ્રોપર્ટી ખરીદવા માટે ટીડીએસના નિયમોમાં ફેરફાર સહિતની જોગવાઇઓમાં આશા રખાઇ છે.

તો જીવન વિમાના પ્રિમીયમમાં પણ કલમ 80-સી હેઠળ છુટ મળે છે તેના પ્રિમીયમને રૂા. 1.50 લાખની મર્યાદામાંથી અલગ કરીને વધુ  સીલીંગ સાથે છુટછાટ અપાઇ તેવી ધારણા છે. શેરબજાર અને નાણાકીય બજારોમાં બજેટથી નવો આશાવાદ સર્જાયો છે અને આજે મુંબઇ શેરબજારનો સેન્સેકસ ગ્રીન લાઇટ સાથે ખુલ્યા હતા.

બીજી તરફ વિકસીત ભારતના સ્વપ્નને સાકાર કરવા સાથે લોકો આગામી સમયમાં હોંશે હોંશે કમળનુ બટન દબાવે તે માટે અનેક યોજનાઓ નાણામંત્રી દ્વારા તેમના બજેટ પ્રવચનમાં ચિતાર આપવામાં આવ્યો છે અને સાથોસાથ એ પણ ખાતરી આપી હતી કે ફીર એક બાર મોદી સરકાર નિશ્ચિત છે અને તેથી જુલાઇ માસમાં રજૂ થનારા બજેટમાં અનેક યોજનાઓનો વધુ વ્યાપક રીતે રજૂ કરવામાં આવશે.

મોદી સરકારનું આ બીજું વચગાળાનું બજેટ ઔદ્યોગિક ક્ષેત્ર માટે કોઇ મોટી જોગવાઇઓ લાવશે નહીં તેવી સંકેત છે. જયારે આડકતરા વેરામાં પણ જીએસટીના અમલ બાદ પણ હવે સરકાર કેન્દ્ર સરકારે ભાગ્યે જ તેમાં કોઇ કરવાનું રહે છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.