Western Times News

Gujarati News

અમેરિકાના મેસેચ્યુસેટ્‌સના ગવર્નરે નીતા અંબાણીને કર્યા સન્માનિત

નીતા અંબાણીને મહિલા સશક્તિકરણ સહિત ઘણા ક્ષેત્રોમાં કરી ઉત્તમ કામગીરી કરવા બદલ સન્માનિત કરાયા

નવી દિલ્હી,  રિલાયન્સ ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ચેરપર્સન નીતા અંબાણીને અમેરિકાના મેસેચ્યુસેટ્‌સ રાજ્યના ગવર્નર મૌરા હીલી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. નીતા અંબાણીને આપવામાં આવેલા પ્રશÂસ્ત પત્રમાં તેમને એક દુરદર્શી અને પરોપકારી વ્યક્તિત્વ તરીકે માન્યતા આપવા આવી છે. બોસ્ટનમાં આયોજિત એક ખાસ કાર્યક્રમમાં નીતા અંબાણીને આ સન્માન મળ્યું છે.

ગવર્નર ઓફિસે જણાવ્યું કે, “આ સન્માન નીતા અંબાણી દ્વારા શિક્ષણ, સ્વાસ્થ્ય સેવા, રમતગમત, કલા, સંસ્કૃતિ અને મહિલા સશક્તિકરણના ક્ષેત્રોમાં કરવામાં આવેલી પ્રભાવશાળી કામગીરી અને તેમના સમર્પણ ભાવનું સન્માન છે- જેણે ભારત અને વૈશ્વિક સ્તરે લાખો લોકોના જીવનને પ્રભાવિત કર્યું છે.” નીતા અંબાણી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય કલા, પરંપરા અને સંસ્કૃતિને પ્રદર્શિત કરવાની કોઈ તક ગુમાવતા નથી.

બોસ્ટનમાં યોજાયેલા આ કાર્યક્રમમાં પણ નીતા અંબાણીએ ભારતના સમૃદ્ધ કલાત્મક વારસાનું પ્રતિક અને હાથથી વણાયેલી શિકારગાહ બનારસી સાડી પહેરી હતી. જટિલ વણાટ ટેકનિક અને પરંપરાગત કોન્યા ડિઝાઈનવાળી આ સાડી ભારતીય કારીગરીની મિસાલ છે.

નીતા અંબાણીને આ સન્માન તેમના દ્વારા શિક્ષણ, આરોગ્ય સેવા, રમતગમત, કલા, સંસ્કૃતિ અને મહિલા સશક્તિકરણના ક્ષેત્રોમાં કરવામાં આવેલી પ્રભાવશાળી કામગીરી અને તેમના સમર્પણને કારણે આપવામાં આવ્યું છે, જેણે લાખો લોકોના જીવનને પ્રભાવિત કર્યું છે. આ સન્માન નીતા અંબાણીને અમેરિકાના મેસેચ્યુસેટ્‌સ રાજ્યના ગવર્નર મૌરા હીલી દ્વારા આપવામાં આવ્યું છે.

Reliance Foundation Founder Chairperson Mrs. Nita Ambani was conferred with the prestigious Governor’s Citation by the Hon’ble Maura Healey, Governor of Massachusetts, recognizing her as a visionary leader, compassionate philanthropist, and true global changemaker. The citation honours Mrs. Ambani’s lifelong dedication to transformative impact across education, healthcare, sports, arts, culture, and women’s empowerment – touching millions of lives in India and beyond. For this special occasion in Boston, Mrs. Ambani once again championed India’s rich artistic heritage by adorning a stunning handwoven Shikargah Banarasi saree, a masterpiece of Indian craftsmanship featuring the intricate Kadwa weaving technique and traditional Konya design. A proud moment of global recognition, wrapped in the timeless elegance of Indian tradition!

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.