અનુપમા સિરિયલમાં મહત્વના રોલમાં નજરે પડશે નિતેશ પાંડે
મુંબઈ, રૂપાલી ગાંગુલી, ગૌરવ ખન્ના, સુધાંશુ પાંડે અને મદાલસા શર્મા સ્ટારર અનુપમાના ગત એપિસોડમાં હાઈવોલ્ટેજ ડ્રામા જાેવા મળ્યો. કિંજલ અને તોષુની દીકરીને સાચવવા છતાં અનુપમાએ વનરાજ અને બાનું ઘણું સાંભળવું પડ્યું તો બાપુજી થોડા કલાક માટે ક્યાંક ગાયબ થઈ ગયા.
હંમેશા શાંત રહેતા અનુજે આ વખતે મનમાં જે કંઈ ધરબીને રાખ્યું હતું તેનો ઉભરો ઠાલવી દીધો અને અનુપમાને એક સંકલ્પ લેવાનું કહે છે કે, હવેથી તેની પ્રાથમિકતા માત્ર બે જ વ્યક્તિ હોવી જાેઈએ, એક તે અને બીજી તેમની દીકરી અનુ. આ સાથે તેણે વનરાજને પણ કહી દીધું કે, તેણે જ શાહ પરિવારને સંભાળવો પડશે અને અનુપમા તેના ઘરમાં ક્યારેય નહીં આવે.
આમ તો કપાડિયા અને શાહ પરિવાર ન્યૂ યર સેલિબ્રેટ કરવા માટે ભેગો થયો હતો પરંતુ જે કંઈ બબાલ થઈ તેમા બધું ખરાબ થયું. ઉપરથી અનુ પણ ત્યાં હાજર ન હોવાથી અનુજે કહ્યું કે, તેના માટે આ અત્યારસુધીમાં સૌથી ખરાબ ન્યૂ યર છે. પરંતુ હવેથી તેમ નહીં થવા દે.
નવા વર્ષની શરૂઆત પહેલા જ દિવસે, અનુપમા શાહ પરિવારને ભૂલાવીને એક નવી શરૂઆત કરવાનું વિચારે છે. તે અનુજને પ્રેમથી તૈયાર કરે છે અને તેના માટે નાસ્તો બનાવે છે.
અનુજના ઓફિસે જતાંની સાથે જ તે નાઈટ ડેટ પ્લાન કરે છે. આ માટે તે ઘરને સુંદર રીતે સજાવે છે અને ‘આઈ લવ અનુજ’ લખેલી કેક પણ બનાવે છે. તે અનુજની આવવાની રાહ જાેવા લાગે છે. જેવી ડોરબેલ વાગે છે કે તરત જ દરવાજાે ખોલે છે અને અનુજને ભેટી પડે છે.
જાે કે, તેનું ધ્યાન ત્યાં ઉભેલા એક વ્યક્તિ પર જાય છે. જેની એન્ટ્રી શોમાં નવા પાત્ર તરીકે થઈ છે, જે નિતેષ પાંડે ભજવશે. આ સાથે જ સીરિયલમાં ફરી એકવાર ટિ્વસ્ટ પણ જાેવા મળશે. નવા પાત્રનો હેતુ ખરાબ હશે અને તે નેગેટિલ રોલ ભજવશે તેમ કહેવામાં આવી રહ્યું છે.
બીજી તરફ, શાહ પરિવારનું વાતાવરણ નવા વર્ષની સવારે બદલાયેલું જાેવા મળી રહ્યું છે. વનરાજ તેની ભૂલને સ્વીકારે છે અને ફરી એકવાર આદર્શ દીકરો બનવાનો પ્રયાસ કરે છે. બીજી તરફ બા પણ બાપુજી માફી માગી લે છે. તો કાવ્યા કોઈ મહત્વનો ર્નિણય લેવાનું વિચારી રહી છે. તે આ વિશે વનરાજને પણ જાણ કરે છે.
જાે કે, તે કયો ર્નિણય લેવાની છે તેનો ખુલાસો થયો નથી. કિંજલ તોષુને માફ કરવાનો પ્રયાસ કરે છે પરંતુ તેની હરકતના કારણે કરી શકતી નથી. તેથી તેમની વચ્ચે ફરીથી ફાંટ પડી છે. તો પાખીને પણ પસ્તાવો થતાં અધિક તેને માફ કરે છે અને બંને એકબીજાને બીજી તક આપવાનું નક્કી કરે છે.SS1MS