ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મહાકુંભમાં પહોંચ્યા
નીતિન પટેલે મહાકુંભની વ્યવસ્થાને લઈને રાજય સરકાર તેમજ કેન્દ્ર સરકારની પ્રશંસા કરી
પ્રયાગરાજ, મહાકુંભમાં દેશ વિદેશથી લોકો દર્શન કરવા આવી રહ્યા છે. જેમાં ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ મહાકુંભમાં પહોંચ્યા છે. મહાકુંભમાં પહોંચ્યા બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા ગૌરવની લાગણી વ્યકત કરવામાં આવી હતી જેમાં તેમણે કહ્યું કે માં ગંગામાં સ્નાન કરવાનો મને અવસર મળશે જે મારા માટે ખરેખર આનંદની વાત છે.
નીતિન પટેલ દ્વારા સૌથી પહેલા તો મહાકુંભની વ્યવસ્થાને લઈને પ્રશંસા કરવામાં આવી હતી. સાથે જ તેમણે રાજય સરકાર તેમજ કેન્દ્ર સરકારની પ્રશંસા કરી હતી. વધુમાં તેમણે એવું પણ કહ્યું કે દુનિયામાં ક્યાંય પણ આટલા લોકો ભેગા નથી થતા જેટલા મહાકુંભમાં થયા છે. મહાકુંભમાં દેશ વિદેશથી લોકો ગંગામાં સ્નાન કરવામાં આવતા હોય છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું કે, મક્કામાં પણ આવી ભીડ ક્યારેય નથી હોતી.
સાથે જ તેમણે એવું પણ કહ્યું કે મક્કામાં આવી વ્યવસ્થા પણ નથી કરતા જેટલી મહાકુંભમાં કરવામાં આવી છે. ઉપરાંત એવું પણ કહ્યું કે એ સમૃદ્ધ દેશ હોવા છતાં આવી વ્યવસ્થા ત્યાં નથી હોતી. સમગ્ર મામલે તેમણે મહાકુંભની વ્યવસ્થાની પ્રશંસા કરી હતી.
ઉલ્લેખનીય છે કે મહાકુંભમાં પહોંચ્યા બાદ નીતિન પટેલ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે કરોડો લોકો હાલ મહાકુંભમાં આવ્યા છે અને હજુ વધારે લોકો આવશે. સાથે જ તેમણે એવું પણ કહ્યું કે પરિવાર સાથે આજે કુંભ સ્નાન કરીશું. આ સિવાય નીતિન કાકાએ એવું પણ કહ્યું હતું કે સંત મહાત્માના પણ દર્શન કરીશું.