Western Times News

Gujarati News

TMKOC ટપ્પુના પાત્રમાં હવેથી નિતિષ ભાલુની જાેવા મળશે

મેકર્સને આખરે મળી ગયો નવો ટપ્પુ

ટપ્પુના પાત્રમાં હવેથી નિતિષ ભાલુની જાેવા મળશે

અગાઉ મેરી ડોલી મેરે અંગના સીરિયલમાં સપોર્ટિંગ રોલમાં જાેવા મળ્યો હતો નિતિષ ભાલુની

મુંબઈ,
૧૪ વર્ષ જેટલા લાંબા સમયગાળાથી દર્શકોને સતત મનોરંજન પીરસી રહેલા શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની ટીમમાં અત્યારસુધીમાં ઘણા ફેરફાર જાેવા મળી રહ્યા છે. કેટલાક કલાકારોની એન્ટ્રી થઈ છે તો કેટલાકની એક્ઝિટ. છેલ્લા કેટલાક મહિનામાં ટીમ સાથે બે નવા એક્ટર્સ- સચિન શ્રોફ (તારક મહેતા) અને નવિના વાડેકર (બાવરી) જાેડાયા છે અને આ લિસ્ટમાં વધુ એકનું નામ ઉમેરાવા જઈ રહ્યું છે.

વાત એમ છે કે, મેકર્સ માટે નવા ‘ટપ્પુ’ની શોધ આખરે પૂરી થઈ છે.આ પાત્ર માટે નિતિષ ભાલુનીના નામ પર મહોર મારવામાં આવી છે. તેણે શૂટિંગ શરૂ કરી દીધું છે અને ખૂબ જલ્દી શોમાં નવા ‘ટપ્પુ’ તરીકે તેની એન્ટ્રી થશે, જે જેઠાલાલનો દીકરો છે.

અગાઉ આ એક્ટરે ‘મેરી ડોલી મેરે અંગના’ સીરિયલમાં કામ કર્યું હતું અને આસિત મોદીનો આ શો તેના માટે ટીવી ઈન્ડસ્ટ્રીમાં સૌથી મોટો બ્રેક સાબિત થશે. ટપ્પુનું પાત્ર અગાઉ રાજ અનડકટે ભજવ્યું હતું, જે શો સાથે ઓરિજિનલ ટપ્પુ ભવ્ય ગાંધીની એક્ઝિટ બાદ ૨૦૧૭માં જાેડાયો હતો.

એક્ટર આમ તો ઘણા મહિનાઓથી શોમાં દેખાઈ રહ્યો નહોતો અને તેણે પણ અલવિદા કહ્યું હોવાની ખબરો હતો. જાે કે, તેણે મૌન સાધીને રાખ્યું હતું અને ડિસેમ્બરમાં ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટેટમેન્ટ શેર કરીને શો સાથેના પાંચ વર્ષના લાંબા જાેડાણ બાદ પૂર્ણવિરામ મૂકાયું હોવાની જાહેરાત કરી હતી.

તેણે લખ્યું હતું ‘આપ સૌને નમસ્તે, બધા પ્રશ્નો અને અટકળોને આરામ આપવાનો સમય આવી ગયો છે. નીલા ફિલ્મ પ્રોડક્શન અને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સાથેનું મારું જાેડાણ સત્તાવાર રીતે સમાપ્ત થઈ ગયું છે. શીખવાની, મિત્રો બનાવવાની અને મારા કરિયરના કેટલાક શ્રેષ્ઠ વર્ષોની આ અદ્દભુત જર્ની રહી છે.

TMKOC ૨૦૦૮માં લોન્ચ કરવામાં આવ્યો હતો અને ભવ્ય ગાંધી ત્યારથી ‘ટપ્પુ’ના રોલમાં હતો. તેણે આઠ વર્ષ સુધી શોમાં કામ કર્યું હતું. જાે કે, તે આ શો સિવાય ફિલ્મોમાં પણ કામ કરવા માગતો હતો. તે સમયે આપેલા એક ઈન્ટરવ્યૂમાં તેણે કહ્યું હતું કે ‘હું કંઈક નવું અને અલગ કરવા માગતો હતો. તેથી, મેં શોમાંથી બ્રેક લેવાનું વિચાર્યું હતું.

આ સૌથી શો છોડવાનું મુખ્ય કારણ એ પણ હતું કે, મારા પાત્રનો જે રીતે વિકાસ થવો જાેઈતો હતો તે રીતે નહોતો થઈ રહ્યો’. આ શો બાદ તેણે કહેવતલાલ પરિવાર, તારી સાથે, પપ્પા તમને નહીં સમજાય તેમજ બહુ ના વિચાર જેવી ઘણી ગુજરાતી ફિલ્મોમાં મહત્વના રોલ કરતો જાેવા મળ્યો છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.