એન.કે. પ્રોટિન્સે MD તરીકે પ્રિયમ પટેલને નિયુક્ત કર્યા

પ્રિયમ પટેલ બિઝનેસ મેનેજમેન્ટમાં બહોળો અનુભવ અને ડાયનેમિક અભિગમ ધરાવે છે. એન.કે. પ્રોટિન્સ સાથેની તેમની સફર 21 વર્ષની ઉંમરે શરૂ થઈ હતી-તેમણે લંડનની યુનિવર્સિટી ઓફ વેસ્ટમિન્સ્ટરથી માર્કેટિંગમાં માસ્ટર્સ કર્યું છે.
અમદાવાદ, અગ્રણી ખાદ્ય અને બિન-ખાદ્ય તેલ કંપની તથા જાણીતી ખાદ્ય તેલ બ્રાન્ડ તિરૂપતિની માલિકી ધરાવતા તથા માર્કેટર એન.કે. પ્રોટિન્સ પ્રાઇવેટ લિમિટેડે કંપનીના મેનેજિંગ ડિરેક્ટર તરીકે શ્રી પ્રિયમ એન. પટેલની નિયુક્તિ કરી છે. પ્રિયમ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર તરીકે પ્રમોટ થયા તે પૂર્વે કંપનીના ચીફ ઓપરેટિંગ ઓફિસર (સીઈઓ) પદે હતા.
તેમની નવી ભૂમિકામાં પ્રમોટર પરિવારના 34 વર્ષના ડાયનેમિક લીડર કંપનીના વિઝનરી ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી નિમિષ પટેલના સક્ષમ નેતૃત્વ હેઠળ એન.કે. પ્રોટિન્સ પ્રાઇવેટ લિમિટેડને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવાનું ચાલુ રાખશે. ઉલ્લેખનીય છે કે શ્રી નિમેષ પટેલે તેમના ભાઈ તથા શ્રી પ્રિયમના પિતા સ્વ. શ્રી નિલેશ પટેલની સાથે મળીને અમદાવાદમાં 1992માં એન.કે. પ્રોટિન્સ પ્રાઇવેટ લિમિટેડની સ્થાપના કરી હતી.
પ્રિયમ પટેલ બિઝનેસ મેનેજમેન્ટમાં બહોળો અનુભવ અને ડાયનેમિક અભિગમ ધરાવે છે. એન.કે. પ્રોટિન્સ સાથેની તેમની સફર 21 વર્ષની ઉંમરે શરૂ થઈ હતી અને ત્યારથી તેમણે કંપનીની વિકાસ ગાથાને ઓપ આપવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેમણે લંડનની યુનિવર્સિટી ઓફ વેસ્ટમિન્સ્ટરથી માર્કેટિંગમાં માસ્ટર્સ કર્યું છે.
ઉપરાંત પ્રતિષ્ઠિત સંસ્થાઓ જેમ કે લંડન સ્કૂલ ઓફ બિઝનેસ, આઈએસબી હૈદરાબાદ, ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (આઈઆઈએમ-એ) અને માઈકા, અમદાવાદથી ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સનો પણ અભ્યાસ કર્યો છે. તેમણે સિમ્બાયોસિસ સેન્ટર ફોર મેનેજમેન્ટ સ્ટડીઝ (એસસીએમએસ)થી કોર્પોરેટ મેનેજમેન્ટમાં તેમનો અંડરગ્રેજ્યુએટ અભ્યાસ પૂરો કર્યો હતો જેણે તેમની કારકિર્દીમાં મજબૂત પાયો નાંખ્યો હતો.
પોતાની નવી ભૂમિકામાં યુવા લીડરનું સ્વાગત કરતા એન.કે. પ્રોટિન્સ પ્રાઇવેટ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી નિમિષ પટેલે જણાવ્યું હતું કે “પ્રિયમની લીડરશિપ, પ્રતિબદ્ધતા, દૂરંદેશીપણું અને ઉત્કૃષ્ટતા માટેની અદ્વિતીય પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.
પ્રિયમે એન.કે. પ્રોટિન્સને તેની ગુણવત્તા તથા વિશ્વસનીયતા માટે ઘરે-ઘરે જાણીતી ભરોસાપાત્ર બ્રાન્ડ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેમની વ્યૂહાત્મક આંતરદ્રષ્ટિ અને નવીનતમ વ્યૂહરચનાઓએ ન કેવળ બજારમાં બ્રાન્ડની વિઝિબિલિટી વધારી છે પરંતુ સતત વિકાસ તથા સમૃદ્ધિને પણ વેગ આપ્યો છે.”
કંપનીમાં તેમની નવી ભૂમિકા વિશે પ્રિયમ પટેલે જણાવ્યું હતું કે “અમે ખાદ્ય અને બિન-ખાદ્ય તેલના સ્પર્ધાત્મક ક્ષેત્રે આગળ વધી રહ્યા છીએ ત્યારે હું માનું છું કે અમારા ગ્રાહકો માટે ઉચ્ચ ગુણવત્તાની પ્રોડક્ટ્સ તથા અનન્ય સેવાઓ પૂરી પાડવા પર ધ્યાન આપીને અમે અમારા ગ્રાહકો તથા હિસ્સેદારો માટે લાંબા ગાળાનું મૂલ્ય બનાવી શકીએ છીએ તથા ટકાઉ વિકાસ હાંસલ કરી શકીએ છીએ.
સાથે મળીને અમે નવી તકોનો લાભ લઈશું અને પડકારોમાંથી બહાર આવીશું તથા ઉદ્યોગમાં લીડર તરીકે અમારી સ્થિતિને મજબૂત બનાવીશું. મજબૂત મેનેજમેન્ટ અને ખૂબ જ ઉત્સાહિત વર્કફોર્સના સમર્થન સાથે એન.કે. પ્રોટિન્સ નવી ઊંચાઈઓ સર કરવા તથા ભવિષ્યમાં નવી પેઢીની, નવીનતા સમર્થિત ખાદ્ય તેલ કંપની તરીકે ઊભરી આવવા માટે સજ્જ છે.”