Western Times News

Gujarati News

કોકોનટ ઓઇલ, કેસ્ટર ઓઇલ, મોરિંગા ઓઇલ, રોઝમેરી અને લવંડરથી બનેલું કમ્પ્લીટ હેર કેર ઓઇલ

તેના શક્તિશાળી એન્ટી માઇક્રોબાયલ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણો સ્કાલ્પ (માથા પરની ચામડી)ને નરમ બનાવે છે, ખોડા સામે લડે છે અને વાળમાં ચમક ઉમેરે છે જે તેને એક સર્વાંગી હેર કેર માટે સર્વશ્રેષ્ઠ ઉપાય બનાવે છે.

ઓલિક્સિર ઓઇલ્સે નવી હેર અને સ્કીન કેર પ્રોડક્ટ્સના લોન્ચ સાથે વેલનેસ પોર્ટફોલિયો વિસ્તાર્યો

અમદાવાદ, એન.કે. પ્રોટિન્સ પ્રાઇવેટ લિમિટેડની કોલ્ડ-પ્રેસ્ડ ઓઇલ બ્રાન્ડ ઓલિક્સિર ઓઇલ્સે ચાર નવી પ્રોડક્ટ્સ લોન્ચ કરીને તેના વેલનેસ પોર્ટફોલિયોને વિસ્તારવાની શુક્રવારે જાહેરાત કરી હતી.

આ નવી પ્રોડક્ટ્સમાં હેર ગ્રોથ ઓઇલહેર નરિશિંગ ઓઇલકમ્પ્લીટ હેર કેર ઓઇલ અને ફેસ ઓઇલનો સમાવેશ થાય છે જેનું લક્ષ્ય વધુ સ્વસ્થ વાળ અને ત્વચા માટે નેચરલ સોલ્યુશન્સ પૂરા પાડવાનો છે. નવી પ્રોડક્ટ્સ કુદરતી ઘટકતત્વોમાં રહેલા ઉચ્ચ-ગુણવત્તાવાળા કોલ્ડ-પ્રેસ્ડ ઓઇલ્સ પૂરા પાડવાની ઓલિક્સિરની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

 નવું કલેક્શન બર્ગામોટલાંગ-લાંગપ્રિમરોઝરોઝરોઝમેરી અને લવંડર જેવા એસેન્શિયલ ઓઇલ્સ ઉપરાંત મોરિંગાકોકોનટ અને કેસ્ટર જેવા કોલ્ડ-પ્રેસ્ડ ઓઇલ્સ સાથે બનાવવામાં આવ્યું છે. દરેક પ્રોડક્ટ શ્રેષ્ઠ કુદરતી સંસાધનોનો ઉપયોગ કરીને સર્વાંગી હેર અને સ્કીન કેરમાં મદદ કરવા માટે તૈયાર કરવામાં આવી છે. આ ઓઇલ્સ તેમના ગુણકારીહાઇડ્રેટિંગ અને રિસ્ટોરેટિવ પ્રોપર્ટીઝ માટે જાણીતા છે જે પોતાના રૂટિનમાં સુખાકારી લાવવા માગતા લોકો માટે તેને આદર્શ પસંદગી બનાવે છે.

 ઓલિક્સિર ઓઇલ્સના સ્થાપક પ્રિયાંશી પટેલે (Founder Priyanshi Patel) વિસ્તારેલી વેલનેસ લાઇન માટે તેમનું વિઝન રજૂ કરતાં જણાવ્યું હતું કે “અમારું લક્ષ્ય શુદ્ધતાના મૂળમાં રહેલી અને પરંપરાથી પ્રેરિત પ્રિમિયમ પ્રોડક્ટ્સ પૂરી પાડીને સેલ્ફ-કેર રૂટિનને વધારવાનું છે.

આ નવી વેલનેસ લાઇન સાથે અમે કોલ્ડ-પ્રેસ્ડ ઓઇલ તૈયાર કરવામાં અમારી નિપુણતાના મિશ્રણ સાથે એક એવી રેન્જ બનાવી છે જેના પર ગ્રાહકો પોતાના વાળ તથા ત્વચાના આરોગ્ય માટે વિશ્વાસ મૂકી શકે છે. અમે એવી પ્રોડક્ટ્સ આપવામાં માનીએ છીએ જે કુદરતી તથા અસરકારક હોય અને સર્વાંગી લાભો પૂરા પાડતી હોય.”

મોરિંગા (સરગવો) એ ખૂબ જ મૂલ્યવાન કુદરતી ઘટકતત્વ છે જે તેના સમૃદ્ધ પોષક તત્વો માટે જાણીતો છે. તે આવશ્યક વિટામિન્સએન્ટીઓક્સિડન્ટ્સ અને ફેટી એસિડ્સ પૂરા પાડે છે જે વાળ અને ત્વચા બંનેને ઊંડે સુધી પોષણ આપે છે અને તેને પુનઃજીવિત કરે છે.

વાળની મજબૂતાઈ અને તંદુરસ્ત વિકાસને પ્રોત્સાહન આપતા વિટામિન્સ સાથે મોરિંગા ઓઇલ એક મહત્વનું ઘટકતત્વ બની રહે છે. તેના શક્તિશાળી એન્ટીમાઇક્રોબાયલ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણો સ્કાલ્પ (માથા પરની ચામડી)ને નરમ બનાવે છેખોડા સામે લડે છે અને વાળમાં ચમક ઉમેરે છે જે તેને એક સર્વાંગી હેર કેર માટે સર્વશ્રેષ્ઠ ઉપાય બનાવે છે.

હેર ગ્રોથ ઓઇલ એ કેસ્ટર ઓઇલમોરિંગા ઓઇલ અને લાંગ-લાંગ ઓઇલનું મિશ્રણ છે જે વાળની વૃદ્ધિને વધારે છેખોડો ઘટાડે છે અને સ્કાલ્પ (માથા પરની ચામડી)ના આરોગ્યને સુધારે છે. તે તણાવમાં રાહત અને બળતરા ઘટાડે છે. હેર નરિશિંગ ઓઇલ કોકોનટ ઓઇલ, મોરિંગા ઓઇલ અને બર્ગમોટ ઓઇલથી બનેલું છે જે નિરાંતને પ્રોત્સાહન આપતી વખતે હાઇડ્રેશન અને પોષણ પૂરું પાડે છે. તે એન્ટી-એજિંગ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી લાભો પણ આપે છે જે તેને કોઈ પણ હેર કેર રૂટિનમાં એક વર્સેટાઇલ ઉમેરો બનાવે છે.

કોકોનટ ઓઇલકેસ્ટર ઓઇલમોરિંગા ઓઇલરોઝમેરી અને લવંડરથી બનેલું કમ્પ્લીટ હેર કેર ઓઇલ શુષ્ક અને નુકસાન પામેલા વાળ માટે વ્યાપક સંભાળ પૂરી પાડે છે અને મોઇશ્ચર, પ્રોટેક્શન અને વધુ સારું ટેક્સચર આપે છે. મોરિંગા પ્રિમરોઝ ફેસ ઓઇલમાં મોરિંગા ઓઇલઇવનિંગ પ્રિમરોઝ ઓઇલ અને રોઝ ઓઇલ છે જે વધુ સારું હાઇડ્રેશન આપે છેવધતી ઉંમરના સંકેતો ઘટાડે છે અને સ્કિન ટોન તથા ટેક્સચરમાં વધારો કરે છે.

આ ઓઇલ્સ વર્સેટાઇલ બની રહે તે પ્રકારે તૈયાર કરાઈ છે જે વિવિધ પ્રકારના વાળ અને ત્વચા માટે યોગ્ય છે અને તેને પ્રી-શેમ્પૂ ટ્રીટમેન્ટ્સલિવ-ઇન કન્ડિશનર્સ કે પછી ડેઇલી સ્કિનકેર તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. આ ઓઇલ્સ કુદરતીટકાઉ ઘટકતત્વો સાથે બનાવાયા છે જે શ્રેષ્ઠ લાભ અને અસરકારકતા સુનિશ્ચિત કરે છે.

ઓલિક્સિરની નવી વેલનેસ રેન્જ બ્રાન્ડની ઓફિશિયલ વેબસાઇટ www.olixir.in દ્વારા ખરીદી માટે ઉપલબ્ધ છે. નવી લોન્ચ કરેલી પ્રોડક્ટ્સ સમગ્ર ભારતના પસંદગીના સુપરમાર્કેટ્સ અને મોર્ડન રિટેલ સ્ટોર્સમાં ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.