Western Times News

Gujarati News

નેપાળમાં ચીન વિરોધી ગતિવિધિ ચલાવી નહીં લેવાય: ઓલી

કાઠમાડું, ચીનની વિસ્તારવાદી નીતિ ચરમસીમાએ છે. હવે તેમાં નેપાળે પણ સૂર મિલ્વ્યા છે. નેપાળના વડાપ્રધાન કે. પી. શર્મા ઓલીએ કહ્યું હતું કે દેશમાં ચીન વિરોધી ગતિવિધિઓને મંજૂરી આપવામાં આવશે નહીં અને તે ‘વન ચાઈના’ નીતિનું સમર્થન કરે છે.

ઓલીએ કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈના સેન્ટ્રલ કમિટીના સભ્ય ચેન જિનિંગના નેતૃત્વમાં ઉચ્ચ સ્તરીય ચીની પ્રતિનિધિમંડળ સાથેની બેઠકમાં આ ટિપ્પણી કરી હતી.આ બેઠક કાઠમંડુના બાલુવાતારમાં તેમના સત્તાવાર નિવાસસ્થાને મળી હતી.

‘વન ચાઇના’ નીતિ પ્રત્યે નેપાળની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરતા ઓલીએ પ્રતિનિધિમંડળને કહ્યું હતું કે નેપાળની સરહદમાં ચીન વિરોધી પ્રવૃત્તિને મંજૂરી આપવામાં આવશે નહીં. બીજી તરફ, ચીને દાવો કર્યાે છે કે તાઈવાન તેનો ભાગ છે અને ચીન સાથે રાજદ્વારી સંબંધો ધરાવતા તમામ દેશો માટે ‘વન ચાઇના’ નીતિનું પાલન કરવું ફરજિયાત છે.

બેઠક દરમિયાન ઓલીએ નેપાળના આર્થિક વિકાસ માટે ચીનના સતત સમર્થનની આશા પણ વ્યક્ત કરી હતી. વડાપ્રધાનના સચિવાલયના જણાવ્યા અનુસાર, દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા અને કમ્યુનિસ્ટ પાર્ટી આૅફ ચાઇના અને કમ્યુનિસ્ટ પાર્ટી આૅફ નેપાળ (યુનિફાઇડ માર્ક્સિસ્ટ-લેનિનિસ્ટ) પક્ષો વચ્ચે સહયોગ વધારવા પર પણ વાતચીત થઈ હતી. ઓલી સીપીએનના પ્રમુખ છે અને તેમને ચીન તરફી નેતા તરીકે જોવામાં આવી રહ્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.