Western Times News

Gujarati News

અમદાવાદમાં રથયાત્રા સંદર્ભે શહેર પોલીસ કમિશનર દ્વારા“નો ડ્રોન ફ્લાય ઝોન” જાહેર કરાયો

અમદાવાદ શહેર વિસ્તાર તા.૦૧/૦૭/૨૦૨૨ ના રો ભગવાન જગન્નાથજીની ૧૪૫ મી રથયાત્રા નીકળનાર છે. આ રથયાત્રા અમદાવાદ શહેરના ગાયકવાડ હવેલી, ખાડીયા, કાલુપુર, શહેર કોટડા, માધવપુરા, દરિયાપુર, શાહપુર, તથા કારંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પરંપરાગત રૂટ ઉપરથી પસાર થનાર છે.

તથા ઘાટલોડિયા, નારણપુરા, સોલા, વસ્ત્રાપુર, આનંદનગર, સેટેલાઈટ, નિકોલ, ઓઢવ તેમજ સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પણ મીની રથયાત્રા નિકળનાર છે.

જગન્નાથ મંદિર ખાતે તથા રથયાત્રાના તમામ રૂટ પર મહાનુભાવો તેમજ ભક્તજનો અને દર્શનાર્થીઓ ખૂબ જ મોટા પ્રમાણમાં શ્રી જગન્નાથજીના દર્શન કરવા સારું આવતા હોય છે. No Drone Fly Zone declared by City Police Commissioner regarding Rathyatra in Ahmedabad

જેથી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવે તે અત્યંત જરૂરી છે.

રથયાત્રા દરમ્યાન તેના માર્ગમાં દેશ વિરોધી સંગઠનો, આતંકવાદીઓ અને ભાંગફોડિયા તત્વો માનવરહિત રિમોટ સંચાલિત વિમાન જેવા સાધનો અથવા માનવ સંચાલિત નાની સાઈઝના વિમાન જેવા સંસાધનો અથવા એરો સ્પોર્ટ્સમાં વપરાતા ઉપકરણો( SUB-CONVENTIONAL AERIAL PLATFORM) ના

ગેરલાભ લઈ મહાનુભાવશ્રીની અને જાહેર જનતાની સુરક્ષાને તેમ જ કાયદો અને વ્યવસ્થાને હાની પહોંચાડે તેવી શક્યતાને ધ્યાને લઈ અમદાવાદ શહેર પોલીસ કમિશનરશ્રી દ્વારા અમદાવાદ શહેરના તમામ વિસ્તારોમાં “નો ડ્રોન ફ્લાય ઝોન”  જાહેર કરાયા છે.

આ વિસ્તારોમાં રિમોટ કંટ્રોલથી ચલાવવામાં આવતા ડ્રોન, ક્વાડ કોપ્ટર, પાવર્ડ એરક્રાફ્ટ, તેમ જ માનવ સંચાલિત માઈક્રો લાઈટ એરક્રાફ્ટ, હેંગ ગ્લાઈડર/પેરા ગ્લાઈડર, પેરા મોટર તેમ જ હોટ એર બલુન તથા પેરા જમ્પીંગ ચલાવવાની/કરવાની  મનાઈ ફરમાવવામાં આવી છે. પોલીસ વિભાગ અને સુરક્ષાબળોને ઉપરોક્ત સંસાધનોના ઉપયોગ માટે જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવે છે.  આ હુકમ તારીખ – ૦૧-૦૭-૨૦૨૨ ના સવાર કલાક ૦૪/૦૦ થી કલાક ૨૪/૦૦ સુધી અમલમાં રહેશે.

આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ફોજદારી અધિનિયમ સને ૧૮૬૦ની કલમ –૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે. એમ અમદાવાદ શહેર પોલીસ કમિશનરશ્રીએ જણાવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.