Western Times News

Gujarati News

વુમન્સ સ્પોર્ટસમાં ટ્રાન્સજેન્ડર્સને ‘નો એન્ટ્રી’, ટ્રમ્પનો વધુ એક નિર્ણય

વોશિંગ્ટન, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પદના શપથ ગ્રહણ કર્યા પછીથી જ ડોનાલ્ડ ટ્રમ્પ સતત એક્શન મોડમાં છે અને હવે તેમણે વધુ એક મોટો નિર્ણય લઈને હલચલ મચાવી દીધી છે. ટ્રમ્પે વુમન્સ સ્પોર્ટસમાં ટ્રાન્સજેન્ડર ખેલાડીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકતા એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે.

ટ્રમ્પના આ આદેશ પછી ટ્રાન્સજેન્ડરો હવે અમેરિકામાં મહિલા રમતોમાં ભાગ લઈ શકશે નહીં. આ આદેશ એવા લોકોને લાગુ પડશે જેઓ જન્મ સમયે પુરુષ હતા અને પછીથી સ્ત્રી બનવા માટે લિંગ પરિવર્તન કરાવ્યું હતું. ટ્રમ્પે પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન કહ્યું હતું કે, પુરુષોને મહિલાઓની રમતોથી દૂર રાખવા જોઈએ.આ એક્ઝિક્યુટિવ ઓર્ડરનું નામ ‘કીપિંગ મેન આઉટ ઓફ વુમન્સ સ્પોર્ટસ’ છે.

જેની હેઠળ ન્યાય અને શિક્ષણ વિભાગો સહિત ફેડરલ એજન્સીઓને સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવી છે કે તેઓ ખાતરી કરે કે ફેડરલ ફંડિગ મેળવતી સંસ્થાઓ ટ્રમ્પ વહીવટીતંત્રના નિયમો અનુસાર કાર્ય કરે, જેમાં જેન્ડરનો અર્થ જન્મ સમયનું જેન્ડર છે.

ટ્રમ્પના આ નિર્ણય બાદ વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે કહ્યું કે આ આદેશ રમતગમતમાં મહિલાઓને સમાન તકો આપવાની વાત કરી હતી. આ નિર્ણય શાળાઓ, કોલેજો અને અન્ય એથ્લેટિક્સ એસોસિએશનોમાં તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો છે.

આ આદેશ એવા સમયે અમલમાં આવ્યો છે જ્યારે દેશમાં રાષ્ટ્રીય ગર્લ્સ અને મહિલા રમત દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. એવું નથી કે ડોનાલ્ડ ટ્રમ્પે અચાનક વુમન્સ સ્પોર્ટસમાં ટ્રાન્સજેન્ડર ખેલાડીઓ પર પ્રતિબંધ મૂકી દીધો. આ તેમના ચૂંટણી પ્રચારનો એક ભાગ પણ હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.