અનુષ્કાએ તેના અને વિરાટના ‘વહેલા સૂવાના’ રૂટિનને લઈને કારણ જણાવ્યું
મુંબઈ, અનુષ્કા અને વિરાટ છેલ્લાં કેટલાંક મહિનાઓમાં અનેક ધાર્મિક મુલાકાતો પર જાેવા મળ્યા છે. હવે અનુષ્કાએ પણ કહ્યું છે કે તેઓ રાત્રે ૯.૩૦ વાગ્યા સુધીમાં સૂઈ જાય છે, હવે તેઓને રાત્રે ૩ વાગ્યા સુધી જાગવામાં કોઈ રસ નથી! જ્યારે તેઓને પૂછવામાં આવ્યું કે શું તેઓના જીવનમાં સવારના ૩ વાગ્યાનો કોઈ મિત્ર છે? અનુષ્કા શર્માએ જવાબ આપ્યો કે, ‘જાે અમારામાંથી કોઈપણ સવારે ૩ વાગ્યા સુધી જાગે તો અમે મિત્રને ફોન કરીએ છીએ, પરંતુ અમે ૩ વાગ્યા સુધી જાગવા માગતા નથી.
અમે ખૂબ વહેલા સૂઈએ છીએ, તેથી અમને સવારે ૩ વાગ્યે જાગવામાં કોઈ રુચિ નથી. ક્રિકેટના મેદાન પર ચોગ્ગા અને છગ્ગા મારવા સિવાય વિરાટ કોહલી પોતાના ડાન્સ માટે પણ ફેમસ છે. તે પાર્ટીમાં ડાન્સ કર્યા વગર રહી શકતો નથી. જ્યારે તેને ડાન્સ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, ‘હું હવે પીતો નથી, પરંતુ પહેલા પાર્ટીમાં હું ૨થી ૩ ડ્રિંક પીતો હતો. જાેકે, હવે નથી પીતો. આ તો પહેલાની વાત છે.
અનુષ્કાએ કહ્યું કે અમે બંને ખુશ છીએ કારણકે અમે બંને બહુ સામાજિક નથી. અમને સામાન્ય વસ્તુઓ ગમે છે. ઘરમાં એકબીજા સાથે સમય પસાર કરવાનું પસંદ છે. જ્યારે પણ સમય મળે ત્યારે પરિવારની માફક તે પસાર કરીએ છીએ. અનુષ્કા અને વિરાટ હાલમાં અનેક ધાર્મિક યાત્રાઓ પર જાેવા મળ્યા હતા. પૂજા કરતી વખતે તેમના ઘણાં વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા હતા.
આજથી ૨ મહિના પહેલા ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી પત્ની અનુષ્કા શર્મા સાથે વૃંદાવન પહોંચ્યો હતો. અહીં બંનેએ બાબા નીમ કરૌલીના દર્શન કર્યા હતા. વિરાટ અને અનુષ્કાને પ્રસાદ રૂપે કામળો આપવામાં આવ્યો હતો.
વિરાટ-અનુષ્કાના આખા કાર્યક્રમને ગુપ્ત રાખવામાં આવ્યો હતો. સ્થાનિક મીડિયાને પણ આ વાતની જાણકારી નહોતી મળી શકી. ઉલ્લેખનીય છે કે, સમાધિ સ્થળના દર્શન કર્યા પછી વિરાટ-અનુષ્કાએ કુટિરમાં ધ્યાન પણ કર્યું હતું. વિરાટ અને અનુષ્કા ગત વર્ષે નવેમ્બરમાં નૈનીતાલમાં આવેલા બાબા નીમ કરૌલીના કેંચીધામમાં પણ દર્શન માટે પહોંચ્યા હતા.SS1MS