હવે રાજદ્રોહ નહીં, દેશ દ્રોહ, મોબ લિચિંગ બદલ ફાંસી : અમિત શાહ
નવી દિલ્હી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે લોકસભામાં ભારતીય ન્યાય સંહિતા (દ્રિતિય) ૨૦૨૩, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (દ્રિતિય) ૨૦૨૩ અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ (દ્રિતિય) ૨૦૨૩ બિલ લોકસભામાં રજૂ કર્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે હવે રાજદ્રોહ નહીં પણ દેશદ્રોહ હશે, મૉબ લિંચિંગ બદલ ફાંસી અપાશે.
તેમણે વધુમાં કહ્યું હતું કે આ ત્રણેય બિલો પર ઉંડાણપૂર્વક અભ્યાસ કર્યો છે અને તેને બનાવતા પહેલા ૧૫૮ કાઉન્સેલિંગ સેશનમાં ભાગ લીધો હતો, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે પહેલા સીઆરપીસીમાં ૪૮૪ કલમ હતી જેમાં હવે ૫૩૧ કલમો હશે, ૧૭૭ કલમોમાં બદલાવ કર્યો છે જ્યારે ૩૯ નવી પેટા કલમો અને ૪૪ નવી જાેગવાઈ ઉમેરવામાં આવી છે.
અમિત શાહે ગૃહમાં બિલ રજૂ કરતા સમયે ક્હ્યું હતું કે ભારત સરકાર પહેલીવાર આતંકવાદની વ્યાખ્યા કરવા જઈ રહી છે જેમાં હવે નવા કાયદામાં રાજદ્રોહ નહીં પણ દેશદ્રોહ હશે.
મૉબ લિંચિંગના નવા કાયદામાં મૃત્યુદંડની જાેગવાઈ છે. ગૃહમંત્રીએ કહ્યું હતું કે આ કાયદા વ્યક્તિગત સ્વતંત્રતા, માનવ અધિકાર, દરેક સાથે સમાન અધિકારો પર કાયદા બનાવવામાં આવી રહ્યા છે. પ્રથમ વખત આપણા બંધારણની ભાવના મુજબ કાયદો બનવા જઈ રહ્યો છે. SS2SS