Western Times News

Gujarati News

યાત્રાધામ ચોટીલાનો ડુંગર ચઢવા પગથીયા ચઢવા નહિં પડેઃ રોપ વે ને મંજૂરી

No need to climb the hill of Chotila: rope way approved by govt. 

(એજન્સી)અમદાવાદ, યાત્રાધામ ચોટીલાના રોપવે પ્રોજેક્ટનો માર્ગ મોકળો થયો છે. કોર્ટમાં થયેલા કેસોનો નિકાલ થતા હવે ટૂંક સમયમાં રોપવે પ્રોજેક્ટ શરૂ થશે. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ચામુંડા માતાજી પર્વત પર રોપવે બનાવવાના કામને રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે. No need to climb the hill of Chotila: rope way approved by govt.

જેને લઇને ભક્તો તેમજ ડુંગર તળેટી વિસ્તારના વેપારીઓમાં અનેરો ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. રોપવે અંગે હાઈકોર્ટમાં કરાયેલી અરજીઓનો નિકાલ થતા હવે રોપવે પ્રોજેક્ટ સાકાર થવાના અણશાર જણાતા ચોટીલા પ્રવાસન નકશામાં ચમકશે.

સૌરાષ્ટ્રના રાજકોટ પાસે ચોટીલાનો ઐતિહાસિક ડુંગર આવેલો છે. જેની પર માં ચામુંડા બીરાજમાન છે. અહીં રોજના હજારો શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. આશરે ૬૫૦ જેવા પગથિયા ઉપર ચડીને ડુંગર પર દર્શનાર્થે ભક્તો જાય છે. જાેકે, હવે રોપવે બનાવવામાં આવશે જેથી ભક્તો ૬૫૫ પગથિયા ચડવાને બદલે સીધા જ માં ચામુંડાના દર્શન કરી શકશે. આ મંદિરમાં સમગ્ર ભારતભરમાંથી લોકો દર્શન અર્થે આવતા હોય છે.

સુરેન્દ્રનગર જિલ્લાના સુપ્રસિદ્ધ ચોટીલા યાત્રાધામ ખાતે સમગ્ર ગુજરાતભરનાં જ નહીં, પરંતુ દેશ વિદેશમાંથી ભાવિકો દર્શનાર્થે આવતા હોય છે. ત્યારે આ ઐતિહાસિક ચામુંડા માતાજીના ડુંગર પર રોપવે બનાવવા વર્ષ ૨૦૦૮થી ખાનગી કંપની દ્વારા અરજી કરવામાં આવી હતી.

પરંતુ અમુક કાયદાકીય ગુંચવણોને લઇને સમગ્ર મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. ત્યારે હવે હાઇકોર્ટમાં કેસોનો નિકાલ થયો છે. તેમજ રાજ્ય સરકાર દ્વારા રોપવે બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. કંપની દ્વારા હાલ વીજ કનેક્શન લેવા સહીતની પ્રાથમિક કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.