પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ માટે પોલીસ સ્ટેશન નહીં જવું પડે

પાસપોર્ટ કઢાવવાની પ્રક્રિયા માટે પોલીસ સ્ટેશન નહીં જવું પડે
પોલીસ ક્લિયન્સ સર્ટિફિકેટની ડિમાન્ડ ઘણી વધી ગઈ છે, જેને જાેતા મંત્રાલય દ્વારા ર્નિણય લેવામાં આવ્યો છે
ઓનલાઈન અરજી કરી શકાશે
નવી દિલ્હી,પાસપોર્ટ કઢાવવા માગતા લોકો માટે એક સારી ખબર આવી છે. હવે પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ માટે માટે પણ ઓનલાઈન અપ્લાય કરી શકો છો. આ સુવિધા આજથી શરુ થશે. વિદેશ મંત્રાલયે કહ્યું કે પાસપોર્ટ કઢાવવાની અરજી દાખલ કરનાર હવે PCC માટે તમામ પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્ર પર ઓનલાઈન અરજી કરી શકે છે.
વિદેશ મંત્રાલય પાસપોર્ટ જારી કરવા માટે નોડલ મિનિસ્ટ્રી છે. અરજદાર માટે પાસપોર્ટ ઈસ્યૂ કરવા માટે પોલીસ ક્લિયન્સ પ્રમાણપત્ર જરુર છે. સ્થાનિક પોલીસ આ પ્રમાણપત્ર આપવામાં સમય લે છે, જેના કારણે પાસપોર્ટ મળવામાં મોડું થતું હોય છે. કેટલાક લોકોને પોલીસ સ્ટેશનમાં જઈને કડવા અનુભવ થયા છે જેનાથી હવે છૂટકારો મળી જશે.
પોલીસ ક્લિયન્સ સર્ટિફિકેટની ડિમાન્ડ ઘણી વધી ગઈ છે. જેને જાેતા મંત્રાલય દ્વારા ર્નિણય લેવામાં આવ્યો છે કે દેશમાં તમામ ઓનલાઈન પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્ર પર સર્ટિફિકેટ માટે અપ્લાય કરી શકાય છે. તેનાથી સર્ટિફિકેટ માટે પહેલાથી અપોઈન્ટમેન્ટ લઈ શકાય છે.
મંત્રાલયે પોતાના નિવેદનમાં જણાવ્યું કે, દેશમાં તમામ ઓનલાઈન પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્ર PCC માટે અરજી કરવા માટેની સુવિધા સાથે જાેડવાનો ર્નિણય કર્યો છે. આ સુવિધા ૨૮ સપ્ટેમ્બરથી શરુ થઈ રહી છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે આ પગલાથી વિદેશમાં રોજગાર ઈચ્છતા ગ્રાહકોને ફાયદો થશે અને પોલીસ ક્લિયન્સ સર્ટિફિકેટની અન્ય માંગોને પણ પૂરી કરી શકાશે.
ઈન્ડિયન પાસપોર્ટ હોલ્ડરને PCC ઈસ્યૂ કરી આપવામાં આવે છે. જાે તેઓ રહેવાની સ્થિતિ, રોજગાર કે લોંગ ટર્મ વીઝા કે ઈમિગ્રેશન માટે અરજી કરે છે તો તેમના માટે આ જરુરી છે. ટુરિસ્ટ વીઝા પર વિદેશ જનારા લોકો માટે PCC ઈસ્યૂ કરવાની જરુર નથી.ss1