Western Times News

Gujarati News

સહાયક પુરાવા વિના મૃત્યુપૂર્વેના નિવેદનના આધારે કોઇને દોષિત ન ઠેરવી શકાયઃ સુપ્રીમ

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં જણાવ્યું છે કે સહાયક પુરાવા વગર મરણપથારીએ પડેલા વ્યક્તિના શંકાસ્પદ નિવેદનને આધારે કોઇ વ્યક્તિને દોષિત ઠેરવવો સુરક્ષિત નથી. આવું નિવેદન પુરાવાનો એક મહત્વપૂર્ણ હિસ્સો છે અને માત્ર તેના પર જ આધાર રાખીને દોષિત ઠેરવી શકાય છે, કારણ કે ફોજદારી કાયદામાં તેનું ખૂબ મહત્વ છે.

જોકે આવા નિવેદનની ગુણવત્તા ચકાસ્યા પછી અને આપેલ કેસના સમગ્ર તથ્યોને ધ્યાનમાં લીધા પછી જ તેના પર આધાર રાખી શકાય છે.સર્વાેચ્ચ અદાલતે સપ્ટેમ્બર ૨૦૦૮માં પત્નીને સળગાવીને હત્યા કરવાના આરોપમાં દોષિત ઠરેલા એક વ્યક્તિને નિર્દાેષ જાહેર કર્યાે હતો. ટ્રાયલ કોર્ટે પત્નીના મૃત્યુ પહેલાના નિવેદનના આધારે આ વ્યક્તિને દોષિત ઠેરવ્યો હતો.

ન્યાયાધીશ સુધાંશુ ધુલિયા અને અહસાનુદ્દીન અમાનુલ્લાહની બનેલી ખંડપીઠે જણાવ્યું હતું કે જો મૃત્યુ પહેલાનું નિવેદન શંકાથી ઘેરાયેલું હોય અથવા મૃતક દ્વારા અસંગત નિવેદન આપવામાં આવ્યું હોય, તો અદાલતોએ મૃત્યુ પહેલાનું કયું નિવેદન માનવાલાયક છે કે જાણવા માટે તેનું સમર્થન કરતાં પુરાવા શોધવા જોઇએ. આવા મામલાઓમાં અદાલતોએ સાવધાનીપૂર્વક કામ કરવું જરૂરી છે.

ખંડપીઠે જણાવ્યું હતું કે મૃત્યુ પહેલાનું નિવેદન શંકાસ્પદ હોય તેવા કેસોમાં પુષ્ટી કરતાં પુરાવા વગર આરોપીને દોષિત ઠેરવવો સુરક્ષિત નથી. એવું રેકોર્ડ પર આવ્યું છે કે પીડિતાએ બે નિવેદનો આપ્યાં હતાં, જે તેની પછીની જુબાનીઓથી સંપૂર્ણપણે અલગ હતાં, જેમાં ન્યાયિક મેજિસ્ટ્રેટ સમક્ષ આપેલા નિવેદનનો પણ સમાવેશ થાય છે.

તેથી જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષનું નિવેદનને સત્તાવાર બન્યું હતું.તપાસમાં દહેજ ઉત્પીડનના દૃષ્ટિકોણને પણ નકારી કઢાયો હતો.આ કેસમાં મદ્રાસ હાઈકોર્ટે હત્યાના કથિત ગુના માટે આજીવન કેદની સજાને બહાલી આપી હતી.

સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઇકોર્ટના ચુકાદાને રદ કર્યાે હતો.ફરિયાદ પક્ષના જણાવ્યા મુજબ પતિએ આગ લગાડ્યાના ત્રણ સપ્તાહ પછી મહિલાનું હોસ્પિટલમાં દાઝી જવાથી મૃત્યુ થયું હતું. મહિલાએ હોસ્પિટલમાં પોલીસને કહ્યું હતું કે રસોડામાં અકસ્માતને કારણે આગ લાગી હતી.

જોકે ત્રણ દિવસ પછી પોલીસે પીડિતાનું બીજું નિવેદન લીધું હતું, જેમાં તેને દાવો કર્યાે હતો કે તેના પતિએ કેરોસીન છાંટીને આગ લગાવી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.