ભારતના કામમાં કોઈ માથું ન મારી શકેઃ એસ. જયશંકર
નવી દિલ્હી, દેશની વર્તમાન વિદેશ નીતિ અંગે વિદેશમંત્રી એસ.જયશંકરે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. તેમણે જણાવ્યું હતું કે, ‘‘ભારત ક્યારેય પણ અન્યોને પોતાના વિકલ્પ પર વીટો લગાવવાની મંજૂરી આપી શકે નહીં અને રાષ્ટ્રીય હિત અને વિશ્વની ભલાઈ માટે જે પણ યોગ્ય હશે એ અનુરૂપતા માટે ડર્યા વિના કામ કરશે.’’
મુંબઇમાં એક વીડિયો મેસેજમાં વિદેશ મંત્રી એસ.જયશંકરે એમ પણ કહ્યું કે, જ્યારે ભારત વૈશ્વિક ચેતનામાં વધુ ઊંડાણ ધરાવે છે, તો તેના પરિણામ વાસ્તવમાં પ્રબળ હોય છે. બિનઆરોગ્યપ્રદ ટેવ, તણાવપૂર્ણ જીવનશૈલી કે જળવાયુને લીધે બનતી ઘટનાઓનો સામનો કરી રહેલા વિશ્વમાં ભારતના વારસામાંથી ખૂબ શીખી શકાય છે. પરંતુ દેશવાસીઓ તેમાંથી ગર્વ લેશે ત્યારે વિશ્વને તેની ખબર પડશે.
આ સાથે જયશંકરે ઉમેર્યું કે, વૈશ્વિકરણના યુગમાં, ટેકનોલોજી અને પરંપરાએ એક સાથે ચાલવું જોઈએ. ભારત ચોક્કસપણે પ્રગતિ કરશે, પરંતુ ભારતે પોતાની ભારતીયતા(મૂળ ઓળખ) ગુમાવ્યા વિના આવું કરવું પડશે. ત્યારે આપણે હકીકતમાં બહુધ્›વીય વિશ્વમાં એક અગ્ર શક્તિ તરીકે ઊભરી શકશે.
આ વીડિયો મેસેજમાં એસ.જયશંકરે કહ્યું કે, સ્વતંત્રતાને ક્યારેય પણ તટસ્થતાની સાથે ભ્રમિત કરવી જોઈએ નહીં. આપણે(ભારત) પોતાના રાષ્ટ્રીય હિત અને વૈશ્વિક ભલાઈ માટે જે પણ યોગ્ય હશે, એ કરશે, કોઈનાથી પણ ડર્યા વિના. ભારત ક્યારેય અન્યો(બીજા દેશોને)ને પોતાના વિકલ્પ પર વીટો લગાવવાની મંજૂરી આપી શકે નહીં.
આ સાથે જયશંકરે ઉમેર્યું કે, ભારત એક અસાધારણ રાષ્ટ્ર છે, કારણ કે આ એક સભ્યતાવાળો દેશ છે. આવો(ભારત) ત્યારે જ પ્રભાવ પાડી શકે છે, જ્યારે એ વૈશ્વિક ક્ષેત્રમાં પોતાની સાંસ્કૃતિક શક્તિઓનો સંપૂર્ણ લાભ ઉઠાવશે. એસ.જયશંકરને ૨૭મા એસઆઈઈએસ શ્રી ચંદ્રશેખર સરસ્વતી રાષ્ટ્રીય ઉત્કૃષ્ટતા પુરસ્કાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.
આ પુરસ્કાર ચાર ક્ષેત્રોમાં શ્રેષ્ઠત્તમ પ્રદાન કરવા બદલ આપવામાં આવે છે – જાહેર નેતૃત્વ, સામુદાયિક નેતૃત્વ, માનવ પ્રયાસ, સાયન્સ એન્ડ ટેકનોલોજી તથા સામાજિક નેતૃત્વ – જેમાં અધ્યાત્માવાદને પ્રાથમિકતા આપવામા આવે છે.
આ પુરસ્કારોનું નામ કાંચી કામકોટિ પીઠમના દિવંગત ૬૮મા સંત શ્રી ચંદ્રશેખર સરસ્વતીના નામ પર રાખવામાં આવ્યું છે. જોકે, વિદેશમંત્રી આ કાર્યક્રમમાં સામેલ થયા નહીં, પરંતુ તેમણે વીડિયો મેસેજ દ્વારા પોતાનો સંદેશ મોકલ્યો હતો.SS1MS