Western Times News

Gujarati News

રહસ્યમય તળાવ: પાણી પીધા બાદ કોઇ જીવિત નથી બચતું

અહીં આ ઝીલની રક્ષા તળાવમાં રહેતો એક અજગર કરે છે. તેને ખુશ કરવા દર વર્ષે આદિવાસીની કુંવારી યુવતીઓ અહીં નૃ્‌ત્ય કરે છે.

(એજન્સી)નવી દિલ્હી, દુનિયામાં એવા અનેક રહસ્યમય સ્થળો છે, જેના રહસ્યોના ભેદને આજદિન સુધી નથી ઉકેલી શકાયા. કંઇક એવું જ ખતરનાક તળાવ છે. જેનું પાણી પીધાં બાદ કોઇ જીવિત નથી બચતું. એવી માન્યતા છે કે આ તળાવના પાણી પીધા બાદ થોડા સમયમાં જ વ્યક્તિનું મૃ્‌ત્યુ થઇ જાય છે.

આ તળાવ ક્યાં આવેલી છે અને શું છે તેનું નામ જાણીએ. આ રહસ્યમય તળાવ દક્ષિણ આફ્રિકાના લિંપોપો પ્રદેશમાં છે. જે ફુન્દીજી તળાવના નામે પ્રચલિત છે, એવી માન્યતા છે કે, આ તળાવનું પાણી પીધા બાદ કોઇ જીવિત નથી બચતું તેમનું તરત જ મોત થઇ જાય છે.

આ રહસ્ય પાછળ એક લોકવાયકા પણ જાેડાયેલી છે. સ્થાનિક લોકોનું માનવું છે કે, પ્રાચીન સમયમાં અહીંથી એક કોઢના રોગગ્રસ્ત મહિલા પસાર થઇ હતી.આ મહિલાએ અહીં રહેવા માટે આશ્રય માગ્યો હતો પરંતુ અહીંના લોકોએ તેને આશ્રય ન આપ્યો અને ભોજન પણ ન આપ્યું જેથી તે આ તળાવમાં સમાઇ ગઇ અને શ્રાપ આપતી ગઇ.

એક માન્યતા એવી પણ છે કે., આ તળાવમાં સવાર સવારમાં ડ્રમનો અવાજ આવે છે. જાનવરો અને લોકોની ચીસો સંભળાય છે. તો એક માન્યતા એવી પણ છે કે અહીં આ ઝીલની રક્ષા તળાવમાં રહેતો એક અજગર કરે છે. તેને ખુશ કરવા દર વર્ષે આદિવાસીની કુંવારી યુવતીઓ અહીં નૃ્‌ત્ય કરે છે.

આ તળાવાનું નિર્માણ ભુસ્ખલનના કારણે મુટાલી નદીનો પ્રવાહ રોકાઇ જવાથી થયું હતું. હજું એ રહસ્ય અંકબંધ છે કે., આ તળાવનું પાણી એકદમ સ્વચ્છ છે તો પછી તેને પીવાથી મૃત્યુ કેમ થઇ શકે. આપને જણાવી દઇએ કે આ તળાવનું રહસ્ય જાણવા માટે અનેક વખત કોશિશ થઇ પરંતુ દર વખતે સંશોધકોના હાથ નિષ્ફળતા જ લાગી.

કહેવાય છે કે વર્ષ ૧૯૪૬માં આ તળાવાના પાણીની સચ્ચાઇ જાણવા માટે એક એન્ડી લેવિન નામનો એક શખ્સ આવ્યો હતો. તેને કેટલાક છોડ લીધા અને પાણીનો નમૂનો લીધો પરંતુ તે અચાનક રસ્તો જ ભૂલી ગયો. તેમની સાથે આવું એક વખત નહીં અનેક વખત થયું.

એન્ડી લેવિને જ્યારે હાથમાંથી છોડ અને પાણી છોડી દીધું ત્યારબાદ તેને રસ્તો મળ્યો. જાે કે થોડા દિવસ બાદ તેમનું પણ મોત થઇ ગયું. તો આખરે આ તળાવનું પાણી આજે પણ લોકો માટે રહસ્ય જ છે. કેટલાક લોકો તળાવના પાણીથી થતાં મોતનું કારણ ગેસ ઉત્સર્જન બતાવે છે જાે કે તેમનો પણ કોઇ નક્કર પુરાવો હજુ સુધી નથી મળ્યો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.