Western Times News

Gujarati News

કોઈપણ વ્યક્તિને તેની મિલકતથી વંચિત રાખી ન શકાયઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી, કોઈપણ વ્યક્તિને તેની મિલકતથી વંચિત ન રાખી શકાય, એ તેનો માનવ અને બંધારણીય અધિકાર છે તેવું સુપ્રીમ કોર્ટે કહ્યું છે.

સુપ્રીમ કોર્ટનો નિર્ણય કર્ણાટક હાઈકોર્ટના નવેમ્બર ૨૦૨૨ના ચુકાદાને પડકારતી અપીલ પર આવ્યો, જે બેંગલુરૂ-મૈસુર ઈન્ળાસ્ટ્રક્ચર કોરિડોર પ્રોજેક્ટ હેઠળ જમીન સંપાદન સાથે સંબંધિત હતો.

કોર્ટે વધુમાં જણાવ્યું કે, ૧૯૭૮ના બંધારણ (ચોળીસમો સુધારો) અધિનિયમ હેઠળ મિલકતનો અધિકાર મૂળભૂત અધિકાર તરીકે નથી રહ્યો પરંતુ તે કલ્યાણકારી રાજ્યમાં માનવ અધિકાર અને કલમ ૩૦૦-એ હેઠળ બંધારણીય અધિકાર તરીકે રહ્યો છે.

બંધારણ અનુચ્છેદ ૩૦૦-એ મુજબ, કોઈપણ વ્યક્તિને કાયદાના અધિકાર હેઠળ જ તેની સંપત્તિથી વંચિત કરી શકાય છે.વધુમાં કહ્યું કે, જો કે સંપત્તિનો અધિકાર હવે મૂળભૂત અધિકાર નથી રહ્યો, પરંતુ ભારતના બંધારણની કલમ ૩૦૦-છની જોગવાઈઓ હેઠળ તે બંધારણીય અધિકાર છે.

સર્વાેચ્ચ અદાલતે અવલોકન કર્યું કે પ્રોજેક્ટ માટે જમીન સંપાદન કરવાની પ્રાથમિક સૂચના કર્ણાટક ઇન્ડસ્ટ્રિયલ એરિયા ડેવલોપમેન્ટ બોર્ડ દ્વારા ૨૦૦૩માં જાહેર કરવામાં આવી હતી. અપીલકર્તાઓની જમીનનો કબજો નવેમ્બર ૨૦૦૫માં લેવામાં આવ્યો હતો.

કોર્ટે કહ્યું કે છેલ્લા ૨૨ વર્ષથી જમીન માલિકોને તેમની મિલકત માટે કોઈ વળતર મળ્યું નથી. આ વિલંબ રાજ્ય અને કેઆઈએડીબી અધિકારીઓના ઢીલા વલણને કારણે થયો હતો.સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જમીન અધિગ્રહણના કેસોમાં વળતર શક્ય તેટલી વહેલી તકે નક્કી કરવું જોઈએ અને તેનું વિતરણ કરવું જોઈએ, જેથી જમીન માલિકો તેમના કાયદેસરના અધિકારોથી વંચિત ન રહી જાય.

આ ચુકાદો માત્ર જમીન માલિકોના અધિકારોનું રક્ષણ સુનિશ્ચિત કરતું નથી, પરંતુ બંધારણીય અધિકારોના ઉલ્લંઘનની અવગણના ન કરી શકાય તે પણ રેખાંકિત કરે છે.કોર્ટે એમ પણ કહ્યું કે, જો ૨૦૦૩ના માર્કેટ રેટ પર વળતર આપવામાં આવે તો તે ન્યાયનો ભંગ થશે.

કોર્ટે કલમ ૧૪૨ હેઠળ તેની સત્તાનો ઉપયોગ કરીને ૨૨ એપ્રિલ, ૨૦૧૯ના રોજ બજાર દરના આધારે વળતર નક્કી કરવાનો નિર્દેશ આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટ પાસે કલમ ૧૪૨ હેઠળ અપાર વિશેષ સત્તા છે. સુપ્રીમ કોર્ટે સ્પેશિયલ લેન્ડ એક્વિઝિશન ઓફિસરને ૨૦૧૯ના દરના આધારે બે મહિનામાં નવો નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો છે. ઉપરાંત, જો પક્ષકારો વળતરથી અસંતુષ્ટ હોય, તો તેઓ કાનૂની પડકાર ફાઇલ કરવાનો અધિકાર અનામત રાખે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.