અમદાવાદ રેલવે સ્ટેશનો પર “નો પ્લાસ્ટિક” પર ભાર મૂકવામાં આવ્યો
અમદાવાદ મંડળમાં સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત પેન્ટ્રીકાર અને કેન્ટીનની સ્વચ્છતાની ચકાસણી કરવામાં આવી હતી અને “નો પ્લાસ્ટિક” પર ભાર મૂકવામાં આવ્યો હતો.
અમદાવાદ મંડળ દ્વારા 16 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર, 2022 સુધી “સ્વચ્છતા પખવાડિયા”ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પખવાડિયા દરમિયાન તેના પરિસરને આકર્ષક બનાવવા માટે સ્વચ્છતાને લગતી વિવિધ પ્રવૃત્તિઓ સતત કરવામાં આવી રહી છે.
સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત અમદાવાદ મંડળમાં “ક્લિન પેન્ટ્રી કાર/કેન્ટીન” અને “નો પ્લાસ્ટિક” અભિયાન હાથ ધરવામાં આવેલ.
વરિષ્ઠ મંડળ પર્યાવરણ અને ગૃહ વ્યવસ્થા પ્રબંધક શ્રી એસ.ટી. રાઠોડે જણાવ્યું હતું કે અમદાવાદ મંડળ યાત્રીઓને શુદ્ધ અને આરોગ્યપ્રદ કેટરિંગ સેવા પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે. આ માટે સંબંધિત અધિકારીઓ દ્વારા સતત રીતે પ્લેટફોર્મ પર સ્થિત કેન્ટીન અને ટ્રેનોમાં પેન્ટ્રી કારની સ્વચ્છતા અને શુદ્ધતા પર દેખરેખ રાખવામાં આવી રહી છે અને નિરીક્ષણ દરમિયાન ગુણવત્તાની પણ ચકાસણી કરવામાં આવી રહી છે.
સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત 27 સપ્ટેમ્બર, 2022 ના રોજ કેટરિંગ સ્ટોલ પર આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવેલ મંડળના વિવિધ સ્ટેશનો પર આવેલા કેટરિંગ સ્ટોલ પરથી ખાદ્ય ચીજવસ્તુઓના નમૂના એકત્ર કરવામા આવ્યા હતા અને તેને ગુણવત્તાની ચકાસણી માટે લેબમાં મોકલવામાં આવ્યા હતા.
28મી સપ્ટેમ્બર, 2022ના રોજ “નો પ્લાસ્ટિક” પર ભાર મૂકવામાં આવ્યો હતો. Sr.DenHM અમદાવાદ દ્વારા શ્રમદાન કરી સૌને સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગને રોકવા અને સ્ટેશનો, ડેપો તથા ઓફિસોમાં પ્લાસ્ટિકના ઉપયોગને જાકારો આપવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.મંડળ પરના તમામ રેલવે કર્મચારીઓને સિંગલ યુઝ- પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
રેલવે કર્મચારીઓને પ્લાસ્ટિક ઉત્પાદનોનો ઉપયોગ ઘટાડવા, પુનઃઉપયોગ કરવા અને નકારવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યસ્થળે પ્લાસ્ટીકનો કચરો એકત્ર કરવામાં આવ્યો હતો અને તેને અલગ કરવામાં આવ્યો હતો અને તેનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો. ઓફિસો અને સ્ટેશન પરિસરમાં કચરા માટે ડસ્ટબીન આપવામાં આવ્યા હતા. પ્લાસ્ટિક અભિયાનની સાથે સાથે તમામ સ્થળોએ સ્વચ્છતા સુનિશ્ચિત કરવામાં આવી હતી.