90 મીટરનું લેવલ પાર કરવા દબાણ નથી: નીરજ ચોપરા
નવી દિલ્હી, ગયા અઠવાડિયે લુસાને ડાયમંડ લીગ જીતનાર ઓલંપિક ભાલાફેક ચેંમ્પિયન નીરજ ચોપડાનું કહેવુ છે કે ઓગસ્ટમાં થનારી વિશ્વ ચેમ્પિયનશીપ પહેલા શારિરીક અને માનસિક ફિટનેસ પર ફોકસ રહેશે, પરંતુ ૯૦ મીટરનું લેવલ પાર કરવા પર કોઈ દબાણ નથી.
માંસપેશિયો ખેંચાણના કારણે ત્રણ મોટી સ્પર્ધામાં ભાગ ન લેનાર ડાયમંડ લીગના લૌઝેન સ્ટેજ પર પાછા ફરતા છેલ્લા અઠવાડિયે ૮૭.૬૬ મીટરના અંતર સાથે સતત બીજી વખત ટોપનું સ્થાન જાળવી રાખ્યું છે. તેણે ૫ મે ના રોજ દોહામા પોતાના કરિયરનો ચોથો સૌથી શ્રેષ્ઠ ૮૮.૬૭ મીટરના થ્રો સાથે સત્રની શુરુઆત ડાયમંડ લીગ જીતી હતી.
નિરજ ચોપડાએ વાત કરતા કહ્યું કે હવે તેનું ફોકસ ૧૯ થી ૨૭ ઓગસ્ટ સુધી હંગરીના બુડાપેસ્ટમાં યોજાનારી વિશ્વ ચેમ્પિયનશીપમાં ૧૦૦ ટકા ફિટ રહીને સ્પર્ધામાં ઉતરવા પર છે. ચોપડાએ કહ્યું કે, અત્યાર સુધી મને વિશ્વ ચેમ્પિયનશીપમાંથી સ્વર્ણ નથી જીત્યો અને આ વખતે આ ઈચ્છા પુરી કરવા પર સખત મહેનત કરવી છે.
હવે તેનુ ધ્યાન માત્ર શારિરીક અને માનસિક દ્રઢતા પર રહેશે. તેણે પહેલી ટુર્નામેન્ટની પસંદગી પણ બહુ સમજી વિચારી કરવી પડશે જેથી કોઈ પણ જાતની ઈજામુક્ત રહે અને ફિટનેસ પણ બરાબર રહે. ઓગસ્ટમાં યોજાનારી વર્લ્ડ ચેમ્પિયનશિપ પહેલા શારીરિક અને માનસિક ફિટનેસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે.
પરંતુ તેનુ કહેવુ છે કે ૯૦ મીટરની અડચણને દૂર કરવા માટે કોઈ દબાણ નથી. નીરજ ચોપડાએ કહ્યું કે, જેટલા પણ મોટા ખેલાડીઓ છે. તે દરેક છેલ્લા થ્રો સુધી પોતાને તૈયાર રાખે છે. મે ભુવનેશ્વરમાં એશિયા ચેમ્પિયનશિપમાં છઠ્ઠા થ્રો પર સ્વર્ણ ચંદ્રક જીત્યો હતો.
મને એટલો વિશ્વાસ હોય છે કે પહેલો થ્રો બરોબર ના જાય તો છેલ્લા થ્રોમા તેને ભરપાઈ કરી લઈશ. ચોપડા પોતાની ટેકનીકમાં ઘણા સુધારા સાથે ફેરફાર કર્યો છે. પરંતુ હજુ સુધારવાના પ્રયાસો ચાલુ છે. તેણે કહ્યુ કે, હું ટેકનીકના ફેરફાર નથી કરતો કારણે કે મારુ શરીર તેના અનુરુપ બની ચુક્યુ છે. સુધારવાની કોશિશ સતત કરતો રહુ છું. બાકી તો બધી મગજની ગેમ છે. બસ પોઝિટીવ વિચાર રાખવો જરુરી છે.