Western Times News

Gujarati News

Rahul Gandhiના નિવેદન પર માફીનો કોઈ સવાલ જ નથી: કોંગ્રેસ

બ્રિટનમાં દેશ વિરોધી નિવેદનો કર્યાના ભાજપના આક્ષેપને ફગાવતા રાહુલ ગાંધી

(એજન્સી)નવી દિલ્હી, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બ્રિટનમાં આપેલા નિવેદનને લઈને સંસદમાં હંગામો થઈ રહ્યો છે. આ દરમિયાન રાહુલ ગાંધી બ્રિટન પ્રવાસથી ભારત આવી ગયા છે. તેઓ ગુરુવારે સંસદ પહોંચ્યા હતા. ત્યારબાદ તેમણે બપોરે પ્રેસ કોન્ફરન્સ કરી સરકાર પર આકરા પ્રહારો કર્યા. No question of apology on Rahul Gandhi’s statement: Congress

તેમણે કહ્યું કે, સરકાર અદાણી મુદ્દે ડરી રહી છે. તાજેતરમાં જ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બ્રિટનની મુલાકાતે ગયા હતા, ત્યાં તેમણે કેમ્બ્રિઝ સહિત ઘણા કાર્યક્રમોમાં ભાગ લીધો. રાહુલ ગાંધીએ બ્રિટનમાં કેટલાક નિવેદનો કર્યા હતા, જેને લઈને ભારતમાં રાજકીય ધમાસાણ મચ્યું છે.

છેલ્લા બે દિવસથી સંસદમાં રાહુલના નિવેદન મામલે કોંગ્રેસ અને સત્તાધારી ભાજપ સામસામે આવી ગયા છે. રાહુલ ગાંધીના નિવેદનને લઈ ભાજપ રાહુલ ગાંધીને માફી માગવાનું કહી રહ્યા છે, તો બીજી તરફ કોંગ્રેસે સ્પષ્ટ કહ્યું કે, રાહુલના નિવેદન પર માફીનો કોઈ સવાલ જ નથી.

દરમિયાનમાં કેન્દ્રિય પૂર્વ મંત્રી અને ભાજપના નેતા રવિશંકર પ્રસાદે રાહુલ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે બિનજરૂરી અને અનુચિત વાતો કરવી એ રાહુલ ગાંધીની આદત છે. રાહુલ ગાંધીનો અહંકાર દેશથી મોટો ન હોઈ શકે.

રાહુલ ગાંધી ગુરુવારે સંસદ પહોંચ્યા હતા. અહીં તેમણે લોકસભાની કાર્યવાહીમાં પણ ભાગ લીધો હતો. જાે કે ભાજપ અને વિપક્ષ વચ્ચેના હોબાળાના કારણે ગૃહની કાર્યવાહી સ્થગિત થઈ હતી, જેના કારણે રાહુલને બોલવાની તક પણ મળી નથી.

ઉલ્લેખનીય છે કે, ભાજપે રાહુલ ગાંધી પર લંડનમાં રાષ્ટ્ર વિરોધી નિવેદનો કરવાનો આરોપ લગાવ્યો છે. તો બીજી તરફ રાહુલે કહ્યું કે, જાે અધ્યક્ષ તેમને તક આપે છે તો તેઓ ચોક્કસ આ મુદ્દે વાત કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.