Western Times News

Gujarati News

હજુ સુધી અડાલજ હત્યાકાંડમાં આરોપીઓનું પગેરું નથી મળ્યું

ગાંધીનગર, ગાંધીનગરના અડાલજમાંથી નર્મદા કેનાલ પાસેની ઝાડીમાંથી ૨ જુલાઈના રોજ પુરુષ અને મહિલાની સળગાવી દીધેલી લાશ મળી આવ્યાના કેસમાં ગાંધીનગર પોલીસ દ્વારા અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા સહિત આસપાસના પોલીસ સ્ટેશનમાં તપાસ કરી હતી.

આ તપાસ દરમિયાન ગુમ થયેલા અને અપહરણ કરાયેલા ૮૦૦૦ કેસની તપાસ કરીને તેમાંથી ૩૦૦ કેસ અલગ કર્યા છે. જેના આધારે અડાલજના કેસની વધુ તપાસ કરીને આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જાેકે, હજુ સુધી આ કેસમાં બળેલા કપડા અને વીંટી સિવાય કોઈ મહત્વના પુરાવા મળ્યા નથી. આ વિસ્તારમાં સીસીટીવી પણ ના હોવાથી આરોપીઓએ પકડાઈ ના જવાય તેવો પ્લાન તૈયાર કર્યો હતો. જાેકે, પોલીસ આરોપીઓ સુધી પહોંચવાના તમામ પ્રયાસ કરી રહી છે.

ગાંધીનગર પોલીસે જણાવ્યું કે, લોકલ ક્રાઈમ બ્રાન્ચની ચાર ટીમ આ કેસની તપાસ કરી રહી છે, જેમાંથી એક ટીમ અડાલજ પોલીસ સ્ટેશનની છે, જ્યાં કેસ અંગે ફરિયાદ નોંધાવી છે. જેની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

અગાઉ પોલીસે આરોપીઓને શોધવા માટે જેમને સગળાવી દેવામાં આવ્યા તે કપલ સાથે જાેડાયેલા પુરાવાના ફોટો પ્રસારિત કર્યા હતા, જેમાં ચાંદીની બૂટ્ટી, મહિલાની નકલી સોનાની વીંટી તથા પુરુષ મૃતકના પેન્ટનો ઉપરનો ભાગ અને અંડરવેર જેવા પુરાવા મળ્યા હતા.

પોલીસ આ કેસમાં એ નિષ્કર્ષ પર આવી હતી કે મૃત્યુ સમયે મહિલાએ સાડી પહેરી હતી, કારણ કે હત્યાકાંડની જગ્યા પરથી સાડીના ટૂકડાં અને હૂક મળી આવ્યા હતા.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે, “અમે પાછલા ૬ મહિનાના ૩૦૦ કેસ અલગ કર્યા છે, જે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા અને ખેડા જિલ્લાના ૧૩૬ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા છે. જેમાં મહિલા અને પુરુષ એક જ દિવસે કે આગળ પાછળના એક-બે દિવસમાં ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાયેલી છે.

મજૂરોની પણ મદદ લેવાઈ રહી છે કારણ કે મૃતક તે વર્ગના હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે જણાવ્યું છે કે, મજૂરોના કોન્ટ્રાક્ટરની પણ પૂછપરછ કરવામાં આવી છે કે તેમના ત્યાં કામ કરવા આવતા હોય અને તાજેતરમાં કોઈ જાેડું ગુમ થયું હોવાનો કિસ્સો બન્યો છે કે કેમ? અન્ય પોલીસ અધિકારીએ જણાવ્યું કે અમે પીડિતના ચહેરાની ઓળખ કરવા માટેની કોશિશ કરી હતી, પરંતુ સળગાવ્યા પછી બચેલા હાડકાને પ્રાણીઓએ ચાવ્યા હતા, માટે ચહેરાનું રિકંસ્ટ્રક્શન કરવું મુશ્કેલ છે.

આ બન્નેને મારી-મારીને તેમની હત્યા કરવામાં આવી અને પછી તેમના મૃતદેહને સળગાવી દેવામાં આવ્યા છે. આ વિસ્તારના લોકોને લોકેને હત્યાની ઘટના બન્યાના ૧૦ દિવસ પછી માલુમ પડ્યું હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.